બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Naveen ul Haq once again got into a fight with Virat Kohli Funny meme shared on RCB Exit From Tournament

IPL 2023 / RCBની હાર બાદ કોહલીને ખિજવવા નવીને કરી એવી હરકત કે સોશ્યલ મીડિયામાં ભડક્યા લોકો

Megha

Last Updated: 11:05 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સે RCBને હરાવી જે બાદ બેંગ્લોરની ટીમની IPLની આ સિઝનમાં સફર પૂરી થઈ ગઈ છે.  એવામાં લખનૌના નવીન-ઉલ-હકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મીમ શેર કર્યું છે.

  • ગઇકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સે RCBને હરાવી હતી
  • એલિમિનેટરમાં મુંબઈ હવે લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે
  • બેંગ્લોરની હાર પછી નવીન-ઉલ-હકે એક રમુજી મીમ શેર કર્યું

IPL 2023 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ચાહકોને રવિવારે મોટો આંચકો લાગ્યો જ્યારે ગુજરાત ટાઇટન્સે RCBને હરાવી હતી. આ મેચમાં હાર સાથે બેંગ્લોરની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જો બેંગ્લોર જીતી ગયું હોત તો પ્લેઓફમાં તેની સીટ નિશ્ચિત થઈ ગઈ હોત પણ તેની હારને કારણે મુંબઈને ફાયદો થયો અને રોહિતની પલટન 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ. આ સાથે જ બેંગ્લોરે 14 પોઈન્ટ સાથે અભિયાનનો અંત કર્યો હતો. એલિમિનેટરમાં મુંબઈ હવે લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે. 

RCBના ચાહકો અનુમાન કરી રહ્યા હતા કે બેંગ્લોરની ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે જીત નોંધાવશે તો એલિમિનેટરમાં બેંગલોરનો મુકાબલો લખનૌ સામે થયો હોત. લોકોને IPLના મેદાનમાં વિરાટ કોહલી વિરુદ્ધ ગૌતમ ગંભીર અને નવીન ઉલ હકને જોવા માટે ઘણો ઉત્સાહ હતો પણ એવું થયું નહીં.  એવામાં લખનૌના નવીન-ઉલ-હકે બેંગ્લોરની હાર પછી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક રમુજી મીમ શેર કર્યું છે. 

નવીન-ઉલ-હક દ્વારા શેર કરવામાં આવેલ મીમમાં એક વ્યક્તિ મોટેથી હસતી અને તે જ સમયે તાળીઓ પાડતી જોવા મળે છે. તેની પોસ્ટ પરથી એવું લાગે છે કે તે કોહલી અને તેની ટીમને ચીડવી રહ્યો છે અને RCBની હારની ઉજવણી કરી રહ્યો છે. આ પહેલા નવીન-ઉલ-હકને છેલ્લી કેટલીક મેચોમાં ચાહકો દ્વારા ચીડવવામાં પણ અવાયો હતો. જ્યારે તે ફિલ્ડિંગ માટે બાઉન્ડ્રીની નજીક આવતો ત્યારે ચાહકો નવીન અને ગંભીરને ચિડાવવા માટે કોહલી-કોહલીની બૂમો પાડતા હતા. જો કે હવે નવીન દ્વારા શેર કરવામાં આવેલા મીમ પરથી લાગે છે કે તેણે ફરી એકવાર કોહલી  સાથે પંગો લેવાની કોશિશ કરી છે. 

આટલું જ નહીં લખનઉ સુપર જાયન્ટ્સે પણ RCBની મજાક ઉડાવી હતી. LSGએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને લખનૌના કેપ્ટન કૃણાલ પંડ્યા હસતા જોવા મળી રહ્યા છે. લાગે છે કે બંને RCBની હારની ઉજવણી કરી રહ્યા છે. તેના કેપ્શનમાં LSGએ લખ્યું- મૂડ. આ સાથે હેન્ડશેકનું ઈમોજી પણ મૂકવામાં આવ્યું છે. એલએસજી ટીમ હવે ચેપોક ખાતે 24 મેના રોજ એલિમિનેટરમાં મુંબઈ સામે ટકરાશે. આ પહેલા 23 મેના રોજ ક્વોલિફાયર-1 ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. જ્યારે એલિમિનેટર જીતનારી ટીમ ક્વોલિફાયર 2 રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ