બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / national risk of stoke and heart attack due to excess hemoglobin
ADVERTISEMENT
લોહીમાં હીમોગ્લોબિન લેવલ ઓછુ હોવું સામાન્ય બાબત છે અને તેને વધારવા માટે ભોજનથી લઈને મેડિકલ રીતે અલગ અલગ ઉપાય કરવામાં આવે છે. ત્યાં જ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે જો તેનું લેવલ વધારે થઈ જાય તો તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક તથા લોહીના ગઠ્ઠા જામી જવાનો ખતરો વધી શકે છે.

ADVERTISEMENT
પોલીસિથેમિયા નામની એક બીમારી હોય છે. જેમાં બોન મેરોમાં વિકૃતિઓ થવાથી રેડ સેલ્સ વધી જાય છે. આ સેલ્સ વધવાથી લોહી જાડુ થઈ જાય છે. જેનાથી રક્તનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને તે લોહીની ગાંઠો બનાવવા જેવી ગંભીર સમસ્યા પેદા કરી શકે છે.
પોલીસિથેમિયાના અન્ય કારણોમાં ધૂમ્રપાન, હૃદયના ફેફસાના રોગ અને લાંબા સમય સુધી ઉંચાઈ પર રહેવું શામેલ છે. નિષ્ણાંતો અનુસાર પુરૂષો માટે હીમોગ્લોબિનનું સ્તર 16.5 ગ્રામ પ્રતિ ડેસીલીટર અને મહિલાઓ માટે 16 ગ્રામ/ ડીએલથી વધારે હોવું અસામાન્ય માનવામાં આવે છે.
ADVERTISEMENT

વધારે હિમોગ્લોબીન હોય તો ન કરો નજર અંદાજ
નિષ્ણાંત અનુસાર નિયમિત બ્લડ ટેસ્ટમાં હીમોગ્લોબિના હાઈ સ્તરની જાણકારી મેળવવામાં આવી શકે છે. હીમોગ્લોબિનના હાઈ લેવલને નજરઅંદાજ ન કરવું જોઈએ કારણ કે તેનાથી લોહીના ગઠ્ઠા જામવાનો ખતરો વધી શકે છે અને ક્યારેક ક્યારેક સ્ટ્રોક, હાર્ટ એટેક અને પગ અને પેટમાં લોહી જોમવા જેવી ખતરનાક સ્થિતિ પેદા થઈ શકે છે. જો નિયમિત તપાસમાં હાઈ હિમોગ્લોબિન સ્તર મળી આવે તો હેમેટોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
હાઈ હીમોગ્લોબિનના કારણે વારંવાર થાય છે માથામાં દુખાવો
નિષ્ણાંત અનુસાર હાઈ હીમોગ્લોબિનના કારણે વારંવાર માથામાં દુખાવો, નજર કમજોર થવી, ગરમ પાણીથી નહાયા બાદ આખા શરીરમાં ખંજવાડ, દુખાવો વગેરે જેવા ઘણા લક્ષણ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.