બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada's zarvani falls alive tourists flock

નયનરમ્ય / નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ઝરવાણી ધોધ જીવંત થતા અદભૂત નજારો જોવા મળ્યો

Khyati

Last Updated: 03:47 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની મોસમમાં નર્મદા જિલ્લામાં ખીલી ઉઠી વનરાજી, ચોમેર લીલોતરી વચ્ચે ધોધ થયા સક્રિય, અદભૂત નજારાનું થયુ નિર્માણ

  • નર્મદા જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
  • ઝરવાણી ધોધનો અદભૂત નજારો
  • નર્મદા જિલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો 

ગુજરાતમાં વરસાદનું આગમન થાય એટલે કેટલાક વિસ્તારો તો જાણે સ્વર્ગની જેમ ભાસે. અહીં આવો એટલે જાણે કુદરતની નજીક આવ્યો હોવ તેવો અહેસાસ થાય. ત્યારે એવી જ એક જગ્યા એટલે નર્મદા. જી, હા નર્મદા જિલ્લામાં ચોમેર વનરાજી આવેલી છે. ત્યારે ચોમાસાને લઇને અહીં આહલાદક માહોલ જોવા મળી રહ્યો છે. 

ઝરવાણી ધોધનો અદભૂત નજારો

મેઘો ધોધમાર વરસતા નદી, તળાવ અને ડેમોમાં નવા નીર આવે છે. ધોધ સક્રિય થાય છે. ત્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદથી ઝરવાણી ધોધ વહેતો થયો છે. એક તો ચોમાસુ અને બીજી બાજુ લીલોતરી. તે વચ્ચે આ ધોધનો નજારો કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે. એટલુ સુંદર દ્રશ્ય જોવા મળ્યુ છે કે એમ થાય કે આખો દિવસ અહીં જ બેઠા રહીએ તો પણ ઓછુ પડે.  ઝરવાણી સિવાય પણ નર્મદામાં સારો વરસાદ થતા અનેક ધોધ વહેતા થયા છે અને નાળામાં નવા નીરની આવક થવા પામી છે.

પ્રવીસો ખુશખુશાલ

ઝરવાણી ધોધ આ જગ્યાએ મોટાભાગે પ્રવાસીઓ આવતા જ હોય છે તેમાં પણ ચોમાસામાં તો અચૂક આ ધોધની મુલાકાત લેવા જેવી.  ત્યારે હાલમાં પણ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.  ધોધમાં ન્હાવાનો આનંદ માણીને આ અદભૂત ધોધની તસવીરોને કેમેરામાં કંડારી રહ્યા છે. મહત્વનું છે કે  વરસાદની સિઝન હાલ ટોપ ગિયરમાં ચાલી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા દિલ ખોલીને વરસી પડ્યા છે ત્યારે પ્રકૃતિ પણ ચોમેર ખીલી ઉઠી છે, 

 

ચોમાસામાં નર્મદા જિલ્લામાં જંગલો અને ઝરવાની ધોધ કુદરતી સૌંદર્યને જોવા માટે અનેક વિસ્તારોમાંથી પ્રવાસીઓ જોવા માટે આવતા હોય છે. નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ઝરવાની ધોધ વગેરે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ