બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Narendra Modi upheld the dignity of PM post, Congress should be ashamed: Ghulamani Azad

નિવેદન / 'નરેન્દ્ર મોદીએ પીએમ પદની ગરીમા જાળવી, કોંગ્રેસને શરમ આવવી જોઈએ', આઝાદ હવે બોલવામાં 'આઝાદ'

Priyakant

Last Updated: 12:01 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદે કહ્યું, “PM મોદીએ કહ્યું કે, મારી વિદાય વખતે તેમણે પાત્ર બતાવ્યું, જ્યારે તેમણે મારા વખાણ કર્યા અને ભાવુક થઈ ગયા તો મને લાગ્યું કે, તેમનું પણ દિલ છે

  • ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામનબી આઝાદનું મોટું નિવેદન 
  • ખાનગી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી
  • ગુલામનબી આઝાદે રાહુલ ગાંધી અને તેમની જૂની પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DAP)ના વડા ગુલામનબી આઝાદે શનિવારે (8 એપ્રિલ)એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને તેમની જૂની પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 

પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે કહ્યું કે નરેન્દ્ર મોદીએ PM પદની ગરિમા જાળવી રાખી. આઝાદે કહ્યું, “PM મોદીએ કહ્યું કે, મારી વિદાય વખતે તેમણે પાત્ર બતાવ્યું, જ્યારે તેમણે મારા વખાણ કર્યા અને ભાવુક થઈ ગયા તો મને લાગ્યું કે, તેમનું પણ દિલ છે. તેઓ પણ સારા છે. એમાં શું ખરાબ વાત છે.

શું હું BJPનો વ્યક્તિ બની ગયો?
ગુલામનબી આઝાદે વધુમાં કહ્યું કે, PM મોદીનું આવું કરીને શું હું BJPનો વ્યક્તિ બની ગયો? અમારા નેતાઓ (કોંગ્રેસના નેતાઓ) કહે છે કે, તેમના ડીએનએ બદલાઈ ગયા છે. કેવો ગંદો વિચાર. જો મોદીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હોત તો કોંગ્રેસના લોકો ખુશ થયા હોત. 

શું દાવો કર્યો? 
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામનબી આઝાદે દાવો કર્યો હતો કે, મારી વિદાય દરમિયાન PM મોદીએ આપેલા ભાષણ પછી મને અડધા કલાકમાં લગભગ 500-600 મેસેજ આવ્યા કે, જો મોદી પ્રત્યે અમારું વલણ બદલાયું છે તો શું કોંગ્રેસ તેમને પણ BJPના વ્યક્તિ કહેશે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ. 

રાહુલ ગાંધી વિશે શું કહ્યું? 
રાહુલ ગાંધી સામે નફરત શું છે તેવા સવાલ પર ગુલામનબી આઝાદે કહ્યું કે, મેં તેમને હજાર વાર કહ્યું કે તેઓ સ્વસ્થ રહે, પરંતુ મેં તેમના કારણે જ પાર્ટી છોડી દીધી. આ જ કારણ છે કે, ત્રણ ડઝન લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ