Monday, June 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

SCO / કિર્ગિસ્તાન જવા PM મોદીએ અપનાવ્યો એવો રસ્તો કે પાકિસ્તાન જોતું રહી ગયું

કિર્ગિસ્તાન જવા PM મોદીએ અપનાવ્યો એવો રસ્તો કે પાકિસ્તાન જોતું રહી ગયું

બદલે તેઓએ બીજા રૂટની પસંદગી કરી હતી. જે રૂટથી પ્રધાનમંત્રી ગયા છે તે પાકિસ્તાનથી એકદમ અલગ છે. PM એ તુકિ્મેનિસ્તાન, ઉઝબેકિસ્તાન થઇને કર્ગિસ્તાન પહોંચવા વાળા રૂટની પસંદગી કરી હતી. 

આપને જણાવી દઇએ કે, પહેલા ભારત તરફથી પાકિસ્તાન પાસે મંજૂરી માગી હતી કે, જેમાં પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીનું વિમાનને પસાર થવા માટે એરોસ્પેશ ખોલવામાં આવે, જો કે, થોડા સમય માટે પાકિસ્તાને આ બાબતનો જવાબ આપ્યો નહોંતો અને ત્યારબાદ મંજૂરી આપી હતી. 

પરંતુ ભારત સરકાર તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી પાકિસ્તાન રૂટથી નહીં પરતું અન્ય રૂટ પરથી SCO સમિટમાં સામેલ થવા માટે જશે.

નોંધનીય છે કે,પુલવામાં આતંકી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, એજ કારણ રહ્યું કે, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. ત્યારથી ભારત આવનારી અથવા ભારતથી જનાર તમામ ફ્લાઇટ અન્ય રૂટ પરથી જ પસાર થાય છે. 

જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે, ભારતે જે મંજૂરી માગી હતી તે પાકિસ્તાન તરફથી આપવામાં આવી છે. પરંતુ હવે તે ભારત પર આધાર રાખે છે કે તે આ રૂટ પરથી પસાર થાય કે નહીં. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાન તરફથી એવું કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદી તથા ઇમરાન ખાન વચ્ચે SCO સમિટમાં દ્વીપક્ષિય વાર્તા થઇ શકે છે. જો કે, ભારતે આ પ્રકારના પ્રસ્તાવનું ખંડન કર્યું હતું.

Narendra Modi SCO Summit pakistan kyrgyzstan

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ