બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / Naradham prosecuted in rape-murder case after abduction of two-and-a-half-year-old girl playing in Surat

કોર્ટ કચેરી / સુરતમાં રમતી અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ-હત્યા કેસમાં નરાધમ પર કાર્યવાહી શરૂ

Mehul

Last Updated: 04:34 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પાંડેસરા બાળકી કેસની સુનાવણી શરુ.8 નવેમ્બરના રોજ આરોપીની ધરપકડ બાદ પોલીસે માત્ર 8 દિવસમાં 248 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. પોલીસે 68 સાક્ષીઓ પણ કરાયા તૈયાર.

  • સુરતના પાંડેસરા કેસની સુનાવણી શરુ 
  • બાળકી કેસમાં ઝડપાયો છે ગુડ્ડુ બિહારી 
  • 248 પાનાની ચાર્જશીટ; 43 પૂરાવા સામેલ  

સુરત બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલોમાં પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. 8 નવેમ્બરના રોજ આરોપીની ધરપકડ બાદ પોલીસે માત્ર 8 દિવસમાં 248 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. પોલીસે 68 સાક્ષીઓ પણ તૈયાર કર્યા છે. સમગ્ર મામલે પોલીસે 43 પુરાવાઓ એકત્રિત કર્યા છે. આરોપીને કડક સજા થાય તે માટે નો તખ્તો પોલીસે તૈયાર કર્યો છે. દુષ્કર્મ પીડિત બાળકીઓને સહાય ચૂકવાશે.આ કેસની સુનાવણી શરુ થઇ છે. 

પાંડેસરા કેસમાં 248 પાનાની ચાર્જશીટ 

ગાંધીનગર સાથે જ સુરતના પાંડેસરામાં શ્રમજીવી પરિવારની યુવતીને ઉઠાવી ગયા બાદ અવાવરું જગ્યાએથી તેની લાશ મળી હતી. આ કેસમાં પાંડેસરા-વડોદમાં બાળકીના દુષ્કર્મ બાદ હત્યાનો કેસ બન્યો હતો.જેમાં  પાંડેસરા પોલીસે કોર્ટમાં 246 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં CCTV, ગેઇટ એનાલિસિસ, ફોરેન્સિકના પુરાવાનો સમાવેશ કરવા સાથે, સંયોગિક પુરાવાઓ સાથે  માત્ર 10 દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે.આ ઘટનામાં દિવાળીની રાતે બાળકી ગુમ થતા 72 કલાકે મૃતદેહ મળ્યો હતો અને પોલીસે ગુડડુ બિહારી નામના શખ્સની પણ ધરપકડ કરી છે.આરોપીની ધરપકડના 7 દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે 

સાંતેજ કેસમાં 500 પાનાની ચાર્જશીટ 

આ વચ્ચે,સાંતેજમાં સિરિયલ રેપીસ્ટ કિલરની ધરપકડ બાદ,રાજ્યમાં પ્રથમ જ વખત એક જ અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ થઇ છે આરોપી વિરુદ્ધ 500 પાનાની ચાર્જશીટમાં વધુ 5 ગુના નોંધાયા છે. આ આરોપીએ અગાઉ ચાર લૂંટ આચરી અને  એક મહિલા પર હુમલો પણ કર્યો હોવાની તેમને પોલીસને કેફિયત આપી છે. આ યુવક ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરીને લૂંટ કરતો હતો.અને ખાસ કરીને મહિલા અને બાળકીઓને ટ્રાગેટ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

બાળકીના પરિવારોને આર્થિક સહાય -રાજ્ય સરકાર 

મહત્વનું છે કે દુષ્કર્મ એ મહિલાઓ સાથે થતા ગુનાઓમાંનો સૌથી ભયજનક પ્રકારનો અને હિંસક ગુનો છે, જે તેને લાંબા ગાળામાં શારિરીક હાનિઓ જ નહીં, પરંતુ તેની વ્યક્તિગત અને સામાજિક સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા, તેનાં જીવન અને તેની આજીવિકાને પણ અસર કરે છે. દુષ્કર્મનો ભોગ બનેલ વ્યક્તિ માનસિક ત્રાસદીમાંથી પસાર થાય છે, જેનો ઉપચાર તેની સ્વાભિમાન પૂર્વકની અને અર્થપૂર્વકના જીવન માટે આવશ્યક છે. આવા કેસમાં રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મ પીડિત પરિવારને આર્થિક સહાય ચુકવવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના મહિલા અને બાળ આયોગ વિભાગ પણ આ મામલે આગળ આવ્યું છે જેને લઈ હવે સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મ પીડિય બાળકીઓના પરિવારને આર્થિક સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રૂપિયા 4 થી 7 લાખ સુધીની ચુકવાશે સહાય

સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મ કેસ મામલે સરકારે પીડિત બાળકીઓના પરિવારને 4થી7 લાખ રૂપિયાની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીને પણ કામગીરી સોંપી દેવામાં આવી છે. કોર્ટમાં આરોપી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે. કોર્ટમાં પ્રથમ દિવસે 22 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. પીડિતાને જલદી ન્યાય મળ તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ