બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / nandi worship method and significance in gujarati

આસ્થા / નંદી વગર અધૂરું છું શિવાલય: ભોળાનાથના દર્શને જાવ તો જરૂર કરજો આ કામ, નહીંતર પૂજાનું ફળ ન મળતું હોવાની છે માન્યતા

Manisha Jogi

Last Updated: 06:14 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નંદી વગર અધૂરું છું શિવાલય: ભોળાનાથના દર્શને જાવ તો જરૂર કરજો આ કામ, નહીંતર પૂજાનું ફળ ન મળતું હોવાની છે માન્યતા

  • શિવાલયમાં ભગવાન શિવની સામે જ નંદીની મૂર્તિ હોય છે
  • નંદીને દ્વારપાલ પણ માનવામાં આવે છે
  • નંદીની મંજૂરી પછી જ તમારી પ્રાર્થના મહાદેવ સુધી પહોંચે છે

હિંદુ ધર્મ અનુસાર કોઈપણ શિવાલયમાં ભગવાન શિવની સામે જ તેમની સવારી નંદીની મૂર્તિ હોય છે. ભોળેનાથના દર્શનની જેમ નંદીના દર્શન અને પૂજનને જરૂરી માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન ભોળેનાથની પૂજા પહેલા નંદી મહારાજની પૂજાનું વિધાન છે. માન્યતા છે કે, મહાદેવે નંદીને આશીર્વાદ આપ્યા હતા કે, કોઈપણ ભક્ત પોતાની મનોકામના નંદીના કાનમાં કહેશે તો તે પ્રાર્થના મારા સુધી પહોંચશે. શિવ દરબારના પ્રમુખ સભ્ય તરીકે ઓળખાતા નંદીને દ્વારપાલ પણ માનવામાં આવે છે. જેથી નંદીની મંજૂરી પછી જ તમારી પ્રાર્થના મહાદેવ સુધી પહોંચે છે. 

ભગવાન શિવના ખાસ લોકોમાં નંદી પણ છે. જેમનું એક સ્વરૂપ મહિષ પણ છે, બળદ તરીકે ઓળખીએ છીએ. અનેક લોકો જ્યારે મંદિર જ્યારે મંદિર જાય છે, ત્યારે તેમની પૂજા કરવી પણ જરૂરી છે, નહીંતો શિવજીની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થતું નથી.

ભક્તો નંદીના કાનમાં મનોકામના શા માટે કહે છે?
શિવપૂજા પહેલા નંદીના કાનમાં મનોકામના કહેવાની પણ એક અલગ કથા છે. જે અનુસાર ભગવાન શિવે એકવાર નંદીને કહ્યું હતું કે, ‘જ્યારે તેઓ ધ્યાન મુદ્રામાં રહે ત્યારે તેઓ ભક્તોની મનોકામના સાંભળે. ભક્તો મારા બદલે તારા કાનમાં આવીને મનોકામનો કહેશે. જ્યારે હું ધ્યાનમાંથી બહાર આવું ત્યારે તારે મને ભક્તોની મનોકામના કહેવાની રહેશે. ત્યારથી માન્યતા છે કે, જ્યારે પણ ભગવાન ભોળેનાથ તપસ્યા અથવા ધ્યાન મુદ્રામાં લીન થાય ત્યારે ભક્તોની સાથે સાથે માતા પાર્વતી પણ નંદીના કાનમાં વાત કહે છે.’ જેથી શિવ સાધકોએ શિવાલયમાં પ્રવેશ કરતા પહેલા નંદીના કાનમાં મનોકામના જરૂરથી કહેવી જોઈએ. 

નંદી શિવના સૌથી મોટા ભક્ત છે
પૌરાણિક માન્યતા અનુસાર અસુરો અને દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું, તો તેમાંથી હલાહલ ઝેર નીકળ્યું હતું. સૃષ્ટીને બચાવવા માટે ભગવાન શિવે આ ઝેર પી લીધું હતું. ઝેર પીતા સમયે તેના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા હતા. નંદીએ આ ઝેરના ટીપા જીભથી સાફ કરી દીધા હતા. માનવામાં આવે છે કે, ભગવાન શિવે નંદીના આ સમર્પણ ભાવને જોતા, તેઓ પ્રસન્ન થયા હતા અને સૌથી મોટા શિવભક્તની ઉપાધિ આપી હતી.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ