બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nandesh of Chhota Udepur made a mini tractor with his resourcefulness

વાહ ભાઈ વાહ! / 7 ચોપડી ભણેલા ગુજરાતનાં યુવકે ભલભલા એન્જિનિયર્સને પાછળ છોડ્યા, બાઇકના એન્જિનમાંથી બનાવ્યું મિનિ ટ્રેક્ટર

Dinesh

Last Updated: 05:48 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંતરિયાળ આદિવાસી બહુલ વિસ્તાર એવા છોટા ઉદેપુરના ગુડા ગામના 7 ચોપડી ભણેલા નંદેશ નામના યુવાએ પોતાની કોઠાસૂઝથી બાઈકના એન્જિનમાંથી મિની ટ્રેક્ટર બનાવ્યું છે.

  • છોટા ઉદેપુરના નંદેશની અદભૂત કોઠાસૂઝ
  • બાઈકના એન્જિનમાંથી મિની ટેક્ટર બનાવ્યું
  • ટ્રેકટરને લગતા અન્ય ઓજારો પણ બનાવ્યા

કહેવાય છે કે, કોઠાસૂઝ અને પ્રતિભાને વિધિવત શિક્ષણનો મોહતાજ નથી હોતો, એ સ્વયંભૂ પાંગરે છે અને તેની સાબિતી દુનિયાને આપે છે. ઠીક આવું જ એક ઉદાહરણ આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરના ગુડા ગામમાં જોવા મળ્યું છે. અહીં શાળામાંથી ડ્રોપ આઉટ લેવા મજબૂર એક યુવકે પોતાની આગવી પ્રતિભાથી એક એવું ટ્રેક્ટર બનાવ્યું છે, જેણે પોતાના પરિવારની વર્ષો જૂની ચિંતાનો ઉકેલ લાવી આપ્યો છે

છોટા ઉદેપુરના નંદેશની અદભૂત કોઠાસૂઝ
ગામડાઓમાં તમે છકડાના મશીનમાંથી બનેલો ખેતી માટેનો સનેડો જરૂર જોયો હશે. પરંતુ બાળકોના રમકડા જેવા લાગતા ટ્રેક્ટરને જોઈને તમારા મનમાં પહેલો સવાલ એ ઊઠશે કે આ કઈ કંપનીનું ટ્રેક્ટર હશે? અમને પણ આ જ સવાલ થયો હતો. પરંતુ આખરે  શોધખોળ બાદ ટ્રેક્ટરના માલિક અને નિર્માતાનો અમને ભેટો થઈ ગયો. અંતરિયાળ આદિવાસી બહુલ વિસ્તાર એવા છોટા ઉદેપુરના ગુડા ગામમાં આ ટેક્ટરનું ઉત્પાદન થયું છે અને તેનો ઉત્પાદક કોઈ હોનહાર એન્જિનિયર નહીં પરંતુ ખેતમજૂરી કરતો નંદેશ છે. 

બાઈકના એન્જિનમાંથી મિની ટેક્ટર બનાવ્યું
જી હાં, ગુડા ગામમાં રહેતો 18 વર્ષીય નંદેશ નાયકાએ માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ  કર્યો છે. તેને વધારે ભણવું હતું, પણ આર્થિક તંગી તેના ભણતર આડે આવી અને ભણતર છૂટી ગયું. ત્યારબાદ તે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ખેતમજૂરીમાં જોડાઈ ગયો. પરંતું કોઠાસૂઝના ધની એવા નંદેશને કંઈક અલગ કરવું હતું. તે પોતાન ઘરે પરત ફર્યો. તેના પિતા પાસે થોડી જમીન હતી પરંતુ ખેડ કરી શકાય તેવા બળદ નહોતા કે ખેડામણ ચૂકવી શકાય તેવી આર્થિક સ્થિતિ ન હતી. કહેવાય છે કે, જરૂરિયાત શોધની જનની છે. આ વાત કંઈક નંદેશ સાથે બની તેણે પોતાના ખેતરમાં ખેડ માટે બાઈકના એન્જિનમાંથી એક મિની ટેક્ટર બનાવ્યું. 

ટ્રેકટરને લગતા અન્ય ઓજારો પણ બનાવ્યા
ટ્રેકટર બનાવવાનું નક્કી કર્યા બાદ નંદીશે સૌથી પહેલા પોતાની પાસે એક જૂની બાઈક  હતી, તેનું એન્જિન કાઢી રિપેર કરીને તૈયાર કર્યું, ત્યાર બાદ લોખંડની જરૂર પડતાં બાજુના  ગામમાં જઈને દુકાનમાંથી લોખંડના એંગલ તેમજ જરૂરી સમાન લઈ આવ્યો અને ઘરે જ  વેલ્ડિંગ કરીને ખૂબ નાનું ટ્રેકટર બનાવી દીધું. મિની ટ્રેક્ટરમાં બાઇકનું  એન્જિન લગાવ્યું હોવાથી એ પેટ્રોલથી જ ચાલે, એટલે પેટ્રોલ ભરવા માટે જુગાડ કરી  પ્લાસ્ટિકની બોટલ લગાવી દીધી અને એમાંથી પાઇપ કાઢીને એન્જિનમાં પેટ્રોલનો  સપ્લાય આપ્યો, સાથે વાયરિંગ પણ કર્યું. આમ ટ્રેક્ટર તો તૈયાર થઇ ગયું, પણ ખેતર ખેડવા અન્ય સાધનોની જરૂર પડે, એટલે નંદેશે બીજો એક જુગાડ કર્યો. બાજુના ગામમાંથી લોખંડની એંગલો લાવી એમાંથી ઘરે જ હળ બનાવીને ખેતર ખેડવાનું  ચાલુ કરી દીધું.

આ ટ્રેકટર બનાવવા માટે નંદેશ નાયકાને લગભગ દોઢથી બે વર્ષનો  સમય લાગ્યો હતો અને લગભગ 30 હજાર જેટલો ખર્ચ લાગ્યો છે. હવે પછી તે કાર બનાવવાનું સપનું સેવી રહ્યો છે. આશા રાખીએ તેમાં પણ તેની કોઠાસૂઝ રંગ લાવે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ