બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Nabira Tathya extinguished the lamp of 9 families and apologized with folded hands, father-son sat down, watch the video

રિ-કન્સ્ટ્રકશન / 9 પરિવારોનો ચિરાગ ઓલવી નબીરા તથ્યએ બે હાથ જોડી માફી માંગી, બાપ-દીકરાએ ઉઠક બેઠક કરી, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 10:45 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે પોલીસ દ્વારા રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે દ્વારા આરોપી તેમજ તેનાં પિતાને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

  • અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત મામલો
  • પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યું રિ-કન્ટ્રક્શન
  • આરોપી પિતા-પુત્રએ બે હાથ જોડી લોકોની માંગી માફી

 અમદાવાદનાં સવારથી ચર્ચાનો વિષય બનેલા ઈસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે પોલીસ દ્વારા આરોપીનાં પિતા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ દ્વારા મોડી સાંજે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓને પણ પોલીસ દ્વારા સાથે રાખીને સમગ્ર રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે તથ્ય પટેલ અને  તેનાં પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું.

બંને પિતા-પુત્રએ બે હાથ જોડી માફી માંગી
પોલીસ દ્વારા બંને પિતા-પુત્રને અકસ્માત થયેલ જગ્યાએ પોલીસ દ્વારા લઈ જઈને સમગ્ર અકસ્માતનું રિ-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે બંને પિતા પુત્ર દ્વારા બ્રિજ ઉપર બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તેમજ પિતા-પુત્રને ઉઠક બેઠક કરાવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

કાર 160 ની સ્પીડમાં હોવાનો FSL  નો રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ઈસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદ ઇસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાની સમગ્ર બાબતો અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરી છે. તેમજ અકસ્માત થવાનાં ટેકનિકલ કારણોથી પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે. પીડિતને ન્યાય મળે અને કસૂરવાર સામે કડક પગલાંઓ લેવાય તે અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી છે.  આગામી દિવસો માં અકસ્માત કોઈ રીતે રોકી શકાય છે તેના પર ચર્ચા અને કાર્યવાહી કરવામા આવશે. તેમજ અમદાવાદ ઈંચાર્જ પોલીસ કમિશ્નર, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગર પાલિકા ના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામા આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ