બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / My pictures were edited and uploaded on porn sites when I was young: Jhanvi Kapoor made a big revelation

મનોરંજન / નાની હતી ત્યારે પોર્ન સાઇટ્સ પર મારી તસવીરો એડિટ કરીને અપલોડ કરાઇ હતી: જ્હાન્વી કપૂરે કર્યો મોટો ખુલાસો, કહ્યું ફ્રેન્ડ્સ ઉડાવતા મજાક

Megha

Last Updated: 04:23 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે ખુલાસો કર્યો હતો કે કેમેરા હંમેશાથી તેના જીવનનો એક ભાગ રહ્યો છે અને બાળપણમાં ઘણી વખત આ કેમેરાના કારણે તેને શરમ પણ અનુભવી પડી છે.

  • શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે
  • ક્યારેક આ કેમેરાના કારણે જ્હાન્વીને શરમ પણ અનુભવી પડી છે
  • અમે જ્યાં પણ જતાં અમારી સંમતિ વિના ફોટા લેવામાં આવતા 

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ વર્ષ 2018 માં ફિલ્મ ધડકથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તાજેતરમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે કેમેરા હંમેશાથી તેના જીવનનો એક ભાગ રહ્યો છે અને ક્યારેક આ કેમેરાના કારણે તેને શરમ પણ અનુભવી પડી છે. 

શાળાના દિવસોમાં જ્હાન્વીનું બાળપણ સામાન્ય બાળક જેવું નહોતું
જ્હાન્વી કપૂર સેલિબ્રિટી પરિવારમાંથી છે. આ કારણે તે બાળપણથી જ તેની આસપાસ કેમેરા રહ્યા છે અને શાળાના દિવસોમાં પણ તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું નહોતું. છેલ્લા ઘણા સમયથી જ્હાન્વીની નવી અને જૂની તસવીરો જોઈને લોકો તેના ટ્રાન્સફોર્મેશન પર અવારનવાર આશ્ચર્યચકિત થઈ જાય છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેણે કહ્યું કે તે નાની હતી ત્યારે પણ કેમેરા તેના જીવનનો એક ભાગ હતો. લોકો ફોટા પાડતા અને જો ગ્રુમિંગ ન હોય તો તેની મજાક પણ ઉડાવતા. તેણે એક ચોંકાવનારી ઘટના પણ વર્ણવી જ્યારે તેના ફોટા એડિટ કરીને પોર્ન જેવા પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી.

અમે જ્યાં પણ જતાં અમારી સંમતિ વિના ફોટા લેવામાં આવતા 
જાહ્નવીએ જણાવ્યું કે 'કેમેરા હંમેશા અમારી આસપાસ રહેતા અને અમે જ્યાં પણ ગયા, કેમેરા અમારી પાછળ આવ્યા. ફોટા અમારી સંમતિ સાથે અથવા વગર ક્લિક કરવામાં આવશે.' અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 10 વર્ષની હતી અને ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના ક્લાસના મિત્રોએ કોમ્પ્યુટર લેબમાં તેના ફોટાની મજાક ઉડાવી હતી. 

સ્કૂલમાં મિત્રો વેક્સિંગ ન કરાવવા પર મજાક ઉડાવતા 
જ્હાન્વીએ કહ્યું કે સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં પહોંચી ત્યારે તેના ક્લાસના મિત્રોએ એમના ફોટા સ્ક્રીન પર રાખ્યા હતા. આ ફોટા પેપરાઝી દ્વારા લેવામાં આવ્યા હતા.જ્હાન્વીએ જણાવ્યું કે તે સમયે તે તૈયાર ન હતી અને અસ્વસ્થ દેખાતી હતી.તે આ ફોટાઓથી લોકપ્રિય તો નથી થઈ પરંતુ તેના બદલે તે શાળાના બાળકોથી અલગ અનુભવવા લાગી.જ્હાન્વીએ કહ્યું, 'મારા મિત્રો મને અલગ રીતે જોતા હતા, તેઓ વેક્સિંગ ન કરાવવા માટે મારી મજાક ઉડાવતા હતા.'

ફોટાના કારણે જોક બને છે
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે આ ફોટાથી અમને કોઈ ફાયદો થયો નથી, પરંતુ ચોક્કસથી અમારી મજાક ઉડાવવામાં આવી છે. આટલું જ નહીં, જ્હાન્વીએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે ટીનેજર હતી ત્યારે તેના મોર્ફ કરેલા ફોટા કેટલાક ખોટા પોર્ન જેવા પેજ પર પણ પહોંચ્યા હતા. ઘણી વખત તેણે પોર્નોગ્રાફિક સાઇટ્સ પર તેનો ફોટો જોયો હતો, જેનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે આજે AIનો યુગ છે અને ફોટા સાથે છેડછાડ કરવી ખૂબ જ સામાન્ય અને સરળ બની ગઈ છે લોકો તે ફોટાને સત્ય માને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ