બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / musheer khan century during india vs new zealand in u19 world cup sarfaraz-khan in team india

ખેલવીર / ક્રિકેટમાં બે ભાઈઓની ધમાલ, એકની ટીમ ઈન્ડીયામાં સરપ્રાઈઝ એન્ટ્રી, બીજો ઠોકી રહ્યો છે સદી પર સદી

Hiralal

Last Updated: 10:11 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ જગતમાં મુશીર અને સરફરાઝ ખાન નામના બે સગા ભાઈઓની ધમાલ મચાવી રહ્યાં છે.

  • ભારતીય ક્રિકેટ જગતમાં બે ભાઈઓની કમાલ 
  • મુશીર ખાને અંડર 19 કપમાં બીજી સદી ફટકારી 
  • સરફરાઝ ખાનની ઈંગ્લે્ન્ડ ટેસ્ટમાં થઈ પસંદગી 

ભારતીય ક્રિકેટ જગતમાં આજકાલ બે સગા ભાઈઓ ચર્ચામં છે. આ બે સગા ભાઈઓ બીજું કોઈ નહીં પરંતુ મુશીર અને સરફરાઝ ખાન છે. સરફરાઝે પોતાની દમદાર રમતને કારણે ભારતીય ટીમમાં એન્ટ્રી કરી છે. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. જ્યારે બીજો ભાઈ મુશીર ખાન અંડર-19 વર્લ્ડ કપમાં સદી બાદ સદી ફટકારવામાં આવી રહ્યો છે. 

26 વર્ષના સરફરાઝને ભારતીય ટીમમાં એન્ટ્રી મળી 
26 વર્ષના સરફરાઝને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં એન્ટ્રી મળી ગઈ છે. 5 મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. સરફરાઝને આ એક ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. 

મુશીરના પહેલી મેચમાં 118, બીજીમાં 73 અને ન્યૂઝીલેન્ડ સામે 131 
મુશીર પણ હાલ અંડર 19 વર્લ્ડ કપમાં પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યો છે. 25 જાન્યુઆરીએ ભારતીય ટીમે વર્લ્ડ કપમાં આયર્લેન્ડને 201 રનથી હરાવ્યું હતું. આ મેચમાં નંબર-3 પર બેટિંગ કરતા મુશિરે 106 બોલમાં 118 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. આ પછી મુશીરે અમેરિકા સામે 73 રન ફટકાર્યા હતા. આ મજબૂત ખેલાડીનું બેટ અહીં જ અટક્યું નહીં. તેણે મંગળવારે (30 જાન્યુઆરી) ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં શાનદાર અંદાજમાં સદી પણ ફટકારી હતી. આ મેચમાં મુશીરે 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં તેણે 126 બોલમાં કુલ 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સિક્સર અને 13 ફોર ફટકારી હતી. આ ઇનિંગ્સને કારણે મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચ મોટા અંતરથી જીતી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ