બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભારત / વિશ્વ / અન્ય જિલ્લા / Murder of three members of Anand's Brahmabhatta family originally from America

ક્રાઇમ / અમેરિકામાં મૂળ આણંદના બ્રહ્મભટ્ટ પરિવારના ત્રણ સભ્યોની હત્યા: સગા ભાણેજે મામા, નાના અને નાનીને મારી ગોળી

Priyakant

Last Updated: 10:52 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Gujarati Family Murder Latest News: એક ગુજરાતી યુવકે તેના મામા અને દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી, યુવકે જેની હત્યા કરી તે દાદા ગુજરાત પોલીસમાંથી પીઆઈ પદેથી નિવૃત્ત થયા હતા

  • અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના 
  • ગુજરાતીએ જ પોતાના પરિવારના સભ્યોની જ હત્યા કરી
  • ગુજરાતી યુવકે તેના મામા અને દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી
  • મૃતક ગુજરાત પોલીસમાં ફરજ બજાવી થયા હતા નિવૃત 

America Gujarati Family Murder : અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. જોકે અહીં એક ગુજરાતીએ જ બીજા ગુજરાતી એટલે કે પોતાના પરિવારના સભ્યોની જ હત્યા કરી દેતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, એક ગુજરાતી યુવકે તેના મામા અને દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેણે પોલીસને ફોન કરીને હત્યાની જાણકારી આપી. ન્યૂજર્સી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, યુવકે જેની હત્યા કરી તે દાદા ગુજરાત પોલીસમાંથી પીઆઈ પદેથી નિવૃત્ત થયા હતા.

અમેરિકાના ન્યૂજર્સીમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમની પુત્રી રિંકુના લગ્ન વિદેશમાં થયા હતા. જ્યાં તેમણે પુત્ર ઓમને જન્મ આપ્યો. જોકે રિંકુના છૂટાછેડા થઈ ગયા હતા. રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો.  બીજી તરફ દિલીપભાઈ અને તેમના પત્ની પુત્ર યશને મળવા અમેરિકા જતા હતા. યશ તેના ભત્રીજા ઓમને લઈને અમેરિકા સ્થાયી થયો હતો. દરમિયાન ખબર પડી કે, ઓમ ડ્રગ્સનો વ્યસની હતો. આ બાબતે તેના દાદા-દાદી અને મામા તેને ઠપકો આપતા હતા. 

ડ્રગ્સના રવાડે ચડેલા ઓમે કરી હત્યા 
આ તરફ પરિજનો તેને ડ્રગ્સને કારણે ઠપકો આપતા હોઇ ઓમ ગુસ્સામાં હતો. જોકે કોઈએ વિચાર્યું ન હતું કે એક દિવસ તે પોતાના જ લોકોના લોહીનો તરસ્યો બની જશે. ઓમે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં તેના મામા યશ, દાદા દિલીપભાઈ અને નાની બિંદુની ગોળી મારીને હત્યા કરી હતી. આ અંગે તેણે પોલીસને પણ જાણ કરી હતી. ન્યૂજર્સી પોલીસ માહિતી પર પહોંચી અને તેની ધરપકડ કરી.  

આણંદનો રહેવાસી હતો બ્રહ્મભટ્ટ પરિવાર
વિગતો મુજબ મૃતક બ્રહ્મભટ્ટ પરિવાર આણંદ જિલ્લાનો રહેવાસી હતો. બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલા જ અમેરિકા ગયો હતો. જેમાં નિવૃત્ત PI દિલીપ બ્રહ્મભટ્ટ, પત્ની બિંદુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે. ત્રણેય ન્યૂ જર્સીના મિડસેક્સ કાઉન્ટીમાં રહેતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ