બ્રેકિંગ ન્યુઝ
VTV / Murder of delivery boy for i phone: Keep body at home for 3 days and then..., you will be shocked to know the whole incident
Vishal Khamar
Last Updated: 03:59 PM, 20 February 2023
ADVERTISEMENT
એપલ કંપનીના મોબાઇલ આઇફોનનો દુનિયાભરમાં જબરદસ્ત ક્રેઝ છે. મજાકના અંદાજમાં લોકો આઇફોન માટે પોતાની કિડની વેચવાની વાત પણ સોશિયલ મીડિયા પર કરે છે, પરંતુ કર્ણાટકમાં એક એવી ઘટના સામે આવી છે કે એક યુવકે આઇફોન માટે સંપૂર્ણ પ્લાનિંગ સાથે એક ડિલિવરી બોયને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેની લાશને પણ રેલવે સ્ટેશનના કિનારે સળગાવીને પુરાવા મિટાવવાની કોશિશ કરી છે.
ADVERTISEMENT
યુવકની હત્યા કરી તેની લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો
આઇફોનની સનકમાં મર્ડર જેવા ક્રૂર અપરાધના આ ઘટના કર્ણાટકના હાસન જિલ્લાના અર્સિકેરે શહેરમાં બની છે. ચોંકાવનારી વાત એ છે કે હત્યાને અંજામ આપનાર આરોપીની ઉંમર માત્ર ૨૦ વર્ષ છે. જે વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવી છે તેની ઉંમર ૨૩ વર્ષ છે.
A 20 year old man killed an E kart delivery guy, kept the body three days in his home, and burnt the body later all for an obsession for an #iPhone which he didn't have financial means to pay. Hemanth Dutt of Ariskere town in #Hassan #Karnataka has been arrested- thanks to cctv pic.twitter.com/FIHLtMHqqY
— Imran Khan (@KeypadGuerilla) February 19, 2023
અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલ્વેસ્ટેશન પાસે ૧૧ ફેબ્રુઆરીના રોજ કર્ણાટક પોલીસને એક સળગેલી લાશ મળી હતી. આ પ્રકારે રેલવે સ્ટેશન પાસે સળગેલી લાશ જોઇને પોલીસકર્મીઓ હેરાન થઇ ગયા હતા. તેમણે તાત્કાલિક ઘટના અંગે પોતાના ઉપરી અધિકારીઓને સૂચિત કર્યા. ઘટનાની ગંભીરતાને જોતાં અધિકારીઓએ તાત્કાલિક ઘટનાની તપાસ માટે એક ટીમનું ગઠન કર્યું. તપાસમાં ખુલાસો થયો તો પોલીસ પણ હેરાન-પરેશાન થઇ ગઇ હતી.
ફોનની ડિલિવરી આપતી વખતે રૂપિયા આપવાનું કહેવાયું હતું
પોલીસે જણાવ્યું કે અર્સિકેરે લક્ષ્મીપુરા લેઆઉટ પાસે રહેતા હેમંત દત્તાએ એક સેકન્ડ હેન્ડ આઇફોન ઓનલાઇન બુક કર્યો હતો. આ બુકિંગને પહોંચાડવાની જવાબદારી ઇ-કાર્ટે ડિલિવરી બોય હેમંત નાયકને આપી હતી. નક્કી કરેલા સમયે હેમંત લક્ષ્મીપુરા વિસ્તાર સ્થિત ઘર પર પહોંચી ગયો. ફોન ડિલિવરી કરતી વખતે તેને ૪૬,૦૦૦ રૂપિયા આપવાનું કહેવાયું હતું.
હેમંત દત્તાએ કોઇ પણ બહાને હેમંત નાયકને ઘરની અંદર બોલાવ્યો અને ચપ્પુ લઇને તેની પર તૂટી પડ્યો. તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશ પોતાના ઘરમાં છુપાવીને રાખી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.