બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદ / Murder in Canada and Lawrence Bishnoi Claims Responsibility, See What Sabarmati Jail Officials Claim

સુખદુલ સિંહ હત્યા / કેનેડામાં ખૂંખાર ગેંગસ્ટરની હત્યા અને લોરેન્સ બિશ્નોઈએ લીધી જવાબદારી, સાબરમતી જેલના અધિકારીઓએ જુઓ શું દાવો કર્યો

Priyakant

Last Updated: 08:49 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sukha Duneke Canada Murder News: સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીઓએ દાવો કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ અથવા તેની ગેંગનો હત્યાની જવાબદારીનો આક્ષેપ કરતી ફેસબુક પોસ્ટ સાથે .....

  • ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની કેનેડામાં હત્યા 
  • ખૂંખાર ગેંગસ્ટરની હત્યા અને લોરેન્સ બિશ્નોઈએ લીધી જવાબદારી
  • ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કોઈ ભૂમિકા ન હતી: સાબરમતી જેલ અધિકારી 

Sukha Duneke Canada Murder News : ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની કેનેડાના વિનીપેગમાં 20-21 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ તરફ સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીઓએ દાવો કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ અથવા તેની ગેંગનો હત્યાની જવાબદારીનો આક્ષેપ કરતી ફેસબુક પોસ્ટ સાથે કોઈ સંબંધ નથી. વાત જાણે એમ છે કે, હકીકતમાં સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની હત્યાના થોડા કલાકો પછી લોરેન્સ બિશ્નોઈ ગેંગ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ લખીને તેની હત્યાની જવાબદારી લેવામાં આવી હતી. સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકે મૂળ પંજાબના મોગા જિલ્લાનો રહેવાસી હતો અને 2017માં નકલી દસ્તાવેજો દ્વારા કેનેડા ભાગી ગયો હતો. તે દવિન્દર બંબીહા ગેંગ સાથે સંકળાયેલો હતો. તમને જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ વચ્ચે સતત દુશ્મની ચાલી રહી છે.

કેનેડામાં સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની હત્યા
સાબરમતી જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કોઈ ભૂમિકા ન હતી. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ઓગસ્ટ મહિનાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને દિલ્હીની તિહાર જેલમાંથી અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની હત્યા પછી પંજાબના બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયાની હરીફ ટોળકીએ હત્યાની જવાબદારી સ્વીકારવા અલગ-અલગ ફેસબુક પોસ્ટ કરી.

સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીએ શું દાવો કર્યો ? 
સાબરમતી સેન્ટ્રલ જેલના અધિક્ષક શ્વેતા શ્રીમાળીએ જણાવ્યું હતું કે, એવું નથી કે લોરેન્સે તેને અહીંથી (જેલ) પોસ્ટ કર્યું છે. શક્ય છે કે તેના નામ પર ઘણા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચાલી રહ્યા છે, શક્ય છે કે તે કોઈ અન્ય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હોય. સોશિયલ મીડિયા પોસ્ટ વિશે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, તે ન તો તેના દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને ન તો તેણે તેને પોસ્ટ કરવા માટે તેમની સંમતિ આપી હતી.

લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બંધ 
જેલ અધિકારીએ એમ પણ કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈને મળવા કોઈ આવ્યું નથી અને કોઈએ તેની સંમતિ પણ લીધી નથી. તેની મંજૂરી અથવા સંમતિ વિના તેને પોસ્ટ કરનાર કોઈપણ હોઈ શકે છે. ગૃહ મંત્રાલયે 30 ઓગસ્ટના એક આદેશમાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 268ની જોગવાઈઓ હેઠળ બિશ્નોઈની જેલમાં હિલચાલ પર પ્રતિબંધ મૂક્યો હતો જેના દ્વારા સરકાર નિર્દેશ કરી શકે છે કે, કોઈપણ વ્યક્તિને તે જેલમાંથી દૂર કરવામાં આવશે નહીં. 

ગુજરાત ATS દ્વારા કરાઇ હતી બિશ્નોઈની ધરપકડ 
નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ બિશ્નોઈની સપ્ટેમ્બર 2022માં પ્રથમ વખત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કચ્છના જખૌ કિનારેથી રૂ. 194.97 કરોડની કિંમતનું 38.994 કિલો હેરોઈન જપ્ત કરવાના સંબંધમાં ધરપકડ કરી હતી. ડ્રગ્સના કેસમાં લોરેન્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિટ વોરંટ પર ભટિંડા જેલમાંથી લાવવામાં આવ્યા પછી એ જ હેરોઈન જપ્તી કેસમાં તેની સામે UAPA આરોપો ઉમેરવામાં આવ્યા બાદ એટીએસે ઓગસ્ટમાં બીજી વખત તેની અટકાયત કરી હતી. તેને ચાર દિવસની ATS કસ્ટડીમાં મોકલ્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે, તપાસ પૂર્ણ થયા બાદ મામલો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

સુક્ખા સામે નોંધાયેલા છે 7 ફોજદારી કેસ
મીડિયા રિપોર્ટ અનુસાર, સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકે વર્ષ 2017માં બોગસ ડોક્યુમેન્ટની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો.  સુખદુલ સિંહ વિરુદ્ધ સાત ફોજદારી કેસ નોંધાયેલા છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે. ગેંગસ્ટર સુક્ખાને ખાલિસ્તાની આતંકવાદી-ગેંગસ્ટર અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ માનવામાં આવતો હતો. તે કેનેડામાં બેસીને તેના સાગરિતો દ્વારા ભારતમાં ખંડણી વસૂલતો હતો.

ડીસી ઓફિસમાં કરતો હતો કામ
સુક્ખા દુનિકે પંજાબના મોગાના દુનિકે કલાં ગામનો રહેવાસી છે. તે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશતા પહેલા મોગા ડીસી ઓફિસમાં કામ કરતો હતો. તે 2017માં પોલીસની મદદથી બનાવટી દસ્તાવેજો પર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને કેનેડા ભાગી ગયો હતો. ત્યારે તેની સામે સાત ફોજદારી કેસ પેન્ડિંગ હતા. 

29 ગેંગસ્ટરો ભારતની બહાર લઈ રહ્યા છે આશ્રય
પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાંથી ઓછમાં ઓછા 29 ગેંગસ્ટર છે, જેઓ કાયદાથી બચવા માટે ભારતની બહાર આશ્રય લઈ રહ્યા છે. તેઓ ઘણા વર્ષો પહેલા નકલી ડોક્યુમેન્ટની મદદથી કાં તો નેપાળના રસ્તેથી દેશ છોડીને ભાગી ગયા હતા. 

NIAએ આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરી તેજ
તમને જણાવી દઈએ કે, સુખદુલ સિંહ દુનિકે ટાર્ગેટ કિલિંગ માટે જાણીતો હતો. ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ તેની કાર્યવાહીને વધુ તેજ કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગઈકાલે એટલે કે બુધવારે (20 સપ્ટેમ્બર) અર્શ ડલ્લા ગેંગ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ