બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Munmun Dutta in Dubai 'Babita ji' was trolled for going in mosque, fans said jai Shri Ram

ગપશપ / તારક મહેતા...ના બબીતાજી બુરખો પહેરીને પહોંચ્યા મસ્જિદ, પછી કહ્યું એવું જેનાથી ગુસ્સે થઈ ગયા લોકો, પાછળ પડ્યા ટ્રોલ્સ

Megha

Last Updated: 12:00 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Munmun Dutta Dubai: મુનમુન દત્તાએ અબુ ધાબીમાં શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ પહોંચ્યા પછી ફોટા ક્લિક કર્યા અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા જે બાદ મસ્જિદ જવા બદલ તે ટ્રોલર્સના નિશાને આવી છે

  • બબીતા જી એટલે મુનમુન દત્તા ટ્રોલર્સના નિશાને આવી છે
  • મુનમુન દત્તા મસ્જિદ જવા બદલ ટ્રોલ થઈ 
  • યુઝર્સે આવી કોમેન્ટ કરી 

Munmun Dutta Dubai: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા જીનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી મુનમુન દત્તા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. હાલ તે આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. આ ટ્રીપ પર તે તેની માતા સાથે ગઈ છે. બબીતાજીએ સફર દરમિયાન અબુ ધાબીની મસ્જિદની પણ મુલાકાત લીધી હતી અને તેની બહારના કેટલાક ફોટા ક્લિક કર્યા હતા. જે તે બાદ ટ્રોલર્સના નિશાને આવી છે. 

મુનમુન દત્તા મસ્જિદ જવા બદલ ટ્રોલ થઈ 
બબીતા જી ઉર્ફે અભિનેત્રી મુનમુન દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. એમને સફર દરમિયાન અબુ ધાબીની મસ્જિદની મુલાકાત લીધી હતી અને તેની બહારના કેટલાક ફોટા ક્લિક કર્યા હતા. મુનમુન દત્તાએ અબુ ધાબીમાં શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ પહોંચ્યા પછી ફોટા ક્લિક કર્યા અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. હવે અભિનેત્રી મુનમુન દત્તા ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. તેની આ પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો તેના કોમેન્ટ સેક્શનમાં જઈને ધર્મને ટાંકીને કોમેન્ટ કરી છે. વધુ પડતાં લોકો જય શ્રી રામ ની કોમેન્ટ કરી રહ્યા છે. 

યુઝર્સે આવી કોમેન્ટ કરી હતી
ચાલો તમને જણાવીએ કે લોકો શું ટિપ્પણી કરી રહ્યા છે. એકે લખ્યું, 'શું મસ્જિદમાં જાય છે? આપણે ત્યાં હિંદુ મંદિરની કમી છે?.' બીજાએ લખ્યું, 'હિન્દુ બનો, મંદિરમાં જાઓ, મસ્જિદમાં નહીં.' ઘણા લોકો જય શ્રી રામ લખી રહ્યા છે અને મુનમુન દત્તાને અનફોલો કરવાનું કહી રહ્યા છે.  આ કમેન્ટ્સ જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ તેના મસ્જિદ જવાથી ખુશ નથી.

મુનમુને ફોટો શેર કરતાંની સાથે લખ્યું હતું આવું કેપ્શન 
આ વાયરલ થયેલ ફોટામાં તમે જોઈ શકો છો કે બબીતાજીએ કાળા રંગનો બુરખો પહેર્યો છે. જો કે તેનો આ ફોટો પોસ્ટ કરતી વખતે બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ કેપ્શનમાં લખ્યું કે- 'મને હિન્દુ હોવા પર ગર્વ છે. આગળ લખ્યું કે 'કોઈ પણ કંઈપણ પૂછે અથવા કંઈ મૂર્ખતાપુર્ણ ધારી લે તે પહેલાં... હું ગૌરવપૂર્ણ હિંદુ છું અને જો હું બીજા દેશ અને સંસ્કૃતિની મુલાકાત લઈશ, તો હું તેનું સન્માન કરીશ. તેવી જ રીતે, હું અપેક્ષા રાખીશ કે અન્ય ધર્મના કોઈપણ વ્યક્તિ મારા ધર્મ અને માન્યતાઓને માન આપે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ