બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians' tension doubles before IPL 2024! Suspense on Hardik Pandya, now this player may also be out
Megha
Last Updated: 09:47 AM, 24 December 2023
ક્રિકેટનો તહેવાર આવી રહ્યો છે, IPL 2024ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડીયન્સ સૌથી વધુ ચર્ચિત ટીમ રહી છે. પહેલા ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા પર ટ્રોલના નિશાન પર હતી. એવામાં એક તરફ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા તો બીજી તરફ સૂર્યકુમાર યાદવને લઈને IPL રમવાને લઈને સસ્પેન્સ બની રહ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સના બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
IPL 17માં કેપ્ટન હાર્દિક પંડ્યા રમવાને લઈને સસ્પેન્સ છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ પણ પગની ઈજાથી પીડાઈ રહ્યો છે અને લગભગ બે-અઢી મહિનાથી ટીમની બહાર છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ હવે તેના બે સ્ટાર્સની ઈજાને કારણે ડબલ ટેન્શનનો સામનો કરી રહી છે.
હાર્દિકને પરત ફરવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે. જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝ સિવાય તે IPL 2024થી પણ દૂર રહી શકે છે. મતલબ કે હાર્દિકને પરત ફરવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે, જો આવું થશે તો તે ટી20 વર્લ્ડ કપ 2024 સુધી જ ફિટ રહેશે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરીઝ સુધી ફિટ રહેશે નહીં. જોકે હાર્દિકની ફિટનેસ અંગે BCCI કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી.
સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન સામેની સીરીઝ નહીં રમે
બીજી તરફ સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકા સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને એ કારણે તે અફઘાનિસ્તાન સામેની સીરીઝ રમી શકશે નહીં. 14 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ દરમિયાન સર્યકુમારે પગની ઘૂંટી વળી ગઈ હતી અને બેંગલુરુમાં રીહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કર્યો હતો.
શું બંને ખેલાડીઓ IPL 2024 સુધીમાં ફિટ થઈ જશે?
એટલે કે હાર્દિક હજુ ફિટ નથી અને સૂર્યા પણ ઇજાગ્રસ્ત છે. તો સવાલ એ ઊભો થયો છે કે શું બંને ખેલાડીઓ IPL 2024 સુધીમાં ફિટ થઈ જશે? આ કારણે પાંચ વખતની ચેમ્પિયન ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ ડબલ ટેન્શનનો સામનો કરી રહી છે. એક તરફ ટીમની કેપ્ટનશીપને લઈને હોબાળો ચાલી રહ્યો છે. હવે બે સ્ટાર ખેલાડીઓની ઈજા તેમના માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.