બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians first win but captain Hardik Pandya still faces these challenges

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સને માંડમાંડ મળી પહેલી જીત, પણ હાર્દિક પંડ્યા માટે મોટું ટેન્શન હજુ બાકી

Ajit Jadeja

Last Updated: 04:14 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલમાં મુુંબઇની ટીમના કેપ્ટન બન્યા બાદ સતત ત્રણ મેચ હારી જતા ચાહકોમાં પણ ગુસ્સો હતો

દેશમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે. આઇપીએલની સીઝન મેચો રમાઇ રહી છે ત્યારે સતત 3 મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને આખરે દિલ્હી કેપિટલ્સ સામે સફળતા મળી છે. ચાલુ IPL 2024માં આ તેમની પ્રથમ જીત છે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સામે ચાહકોમાં નારાજગી વધી રહી હતી સતત મેચો હારી રહ્યા હતા તેને કારણે લોકોમાં ગુસ્સો હતો એટલુ જ નહી હાર્દિકને મુંબઇની ટીમની કપ્તાની ખોવી પડે તેવી સ્થીતી સર્જાઇ હતી.

મુંબઇની ટીમને ત્રણ સતત હાર મળી

બે વર્ષ પહેલા આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના નવોદિત કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને જવાબદારી સોપવામાં આવી જેમાં તેણે ટીમને મજબુત કરી હતી. તેના નેતૃત્વમાં ટીમ જીત મેળવી રહી હતી. હેટ હોય કે બોલ બંનેમાં હાર્દિક સારો દેખાવ કરી રહ્યો હતો. પછી ટીમ પહેલી જ સિઝનમાં ચેમ્પિયન પણ બની હતી. આવી જ અપેક્ષાઓ સાથે હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન તરીકે પાછો ફર્યો હતો. પરંતુ આ પાછુ જવુ તેણે ધાર્યુ હતુ તેના કરતા સતત વિરુધ્ધમાં રહ્યુ હતું. હાર્દિકને માત્ર ચાહકોના ગુસ્સા અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં ટીમને સતત 3 હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આઇપીએલમાં મુંબઈ ટીમની જીતનું ખાતું ખુલી ગયું છે પરંતુ તેમની પાસે હજુ એક સમસ્યા બાકી છે.

હાર્દિકનું પરફોર્મસથી પ્રસંશકો નાખુશ

મુંબઈના 5માંથી 4 આઈપીએલ ખિતાબમાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા માટે આ ફ્રેન્ચાઈઝીની બીજી ઈનિંગ અત્યાર સુધી ઘણી નિરાશાજનક રહી છે. સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને બદલ્યા પછી તે પહેલાથી જ પ્રશંસકોની નારાજગીનો શિકાર બની રહ્યો છે અને તેના ઉપર ટીમના પરિણામો પણ મદદ કરી શક્યા નથી. દિલ્હી કેપિટલ્સને હરાવીને ટીમે થોડો સુધારો કર્યો છે પરંતુ ખુદ કેપ્ટન હાર્દિકનું પ્રદર્શન સારું નહોતું અને હવે તેણે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવું પડશે.

હાર્દિકનો ચાર મેચનો સ્કોર

આઇપીએલ સીઝન મેચમાં હાર્દિકે આ સિઝનમાં અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને તેનો સ્કોર 39, 34, 24, 11 રહ્યો છે. આમાં જ તેની રાજસ્થાન સામે 21 બોલમાં 34 રનની ઈનિંગ જોરદાર રહી હતી. જ્યારે દિલ્હી વિરૂદ્ધ બનાવેલા 234 રનમાંથી હાર્દિકે 33 બોલમાં 39 રન બનાવ્યા અને તેના કારણે તે દરેકના નિશાન પર આવ્યો હતો. એકંદરે 4 ઇનિંગ્સમાં તે 138ના સ્ટ્રાઇક રેટથી માત્ર 108 રન જ બનાવી શક્યો છે.

હાર્દિકે તેના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે

આઇપીએલ સિઝનમાં 11 એપ્રિલે મુંબઈનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે અને તેમાં મુંબઈનું પલ્લુ ભારે રહેવાનું ક્રિકેટ ચાહકો માની રહ્યા છે. આવી સ્થિતિમાં મોટાભાગની નજર હાર્દિક પર રહેશે કે તે જીતનો સિલસિલો જાળવી શકે છે કે નહીં. આ માટે મુંબઈને તેના મોટાભાગના ખેલાડીઓની જરૂર છે પરંતુ હાર્દિકે પોતાના પ્રદર્શન દ્વારા ટીમમાં સૌથી વધુ યોગદાન આપવાની જરૂર છે. હાર્દિકએ અત્યાર સુધીની 4 મેચમાં કોઇ ખાસ કપ્તાન તરીકે પ્રદર્શન કર્યુ નથી. એટલુ જ નહી દિલ્હી સામેની તેની ઈનિંગ્સ ટીમની હારનું કારણ પણ બની શકે તેવું હતું.

આ પણ વાંચો ઃ મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી કંઈક મોટું થવા જઈ રહ્યું છે? મેચ પહેલા આકાશ અંબાણી-રોહિત શર્માનો VIDEO થયો વાયરલ

બોલિંગમાં પણ નથી રહ્યો સફળ

બોલિંગની વાત કરીએ તો પ્રથમ મેચમાં તેણે 3 ઓવરમાં 30 રન આપ્યા હતા જ્યારે બીજી મેચમાં તેણે 4 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. બંને વખત તેણે ઓપનીંગ બોલિંગ સાથે કરી પરંતુ  પ્રદર્શન ખરાબ રહ્યુ છે. એટલુ જ નહી તેણે નારાજ પ્રસંશકોને ભડકાવ્યા પરંતુ નિષ્ણાતોને પણ આશ્ચર્ય થયું હતું. આ બે મેચમાં બોલિંગમાં નિષ્ફળતા બાદ હાર્દિકે આગામી બે મેચમાં બોલિંગ કરી ન હતી. આવી સ્થિતિમાં હવે હાર્દિકને માત્ર ટીમની જીતને સિરીઝમાં બદલવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો નથી, પરંતુ કેપ્ટન હોવાથી તેણે પણ સારુ પ્રદર્શન કરવું પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ