બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni's 'Sir Jadeja' tweet has gone viral after Ravindra Jadeja took a one-handed catch

IPL 2023 / VIDEO: બોલ એવો હતો કે ગભરાઈને અમ્પાયર પડી ગયા, જાડેજાની આંખો બંધ થઈ ગઈ પણ કેચ પકડ્યો, ધોનીનું જૂનું ટ્વિટ થયું વાયરલ

Megha

Last Updated: 12:35 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાડેજાએ પોતાની ફિલ્ડિંગ વડે ઘણી મેચો પલટી દે છે અને શનિવાર 8 એપ્રિલે તેણે મુંબઈ અને ચેન્નાઈની મેચમાં કંઈક આવું જ કર્યું હતું.

  • જાડેજાએ પોતાની ફિલ્ડિંગ વડે ઘણી મેચો પલટી દે
  • જાડેજાએ સ્વબચાવમાં હાથ ઊંચો કર્યો અને કેચ થઈ ગયો 
  • ગઇકાલની મેચમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા તેની બોલિંગની સાથે ફિલ્ડિંગ માટે પણ જાણીતો છે. જાડેજાએ પોતાની ફિલ્ડિંગ વડે ઘણી મેચો પલટી દે છે અને શનિવાર 8 એપ્રિલે તેણે મુંબઈ અને ચેન્નાઈની મેચમાં કંઈક આવું જ કર્યું હતું.  વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રોહિત શર્મા-ઈશાન કિશને મુંબઈને સારી શરૂઆત અપાવી હતી પણ ત્યારબાદ ચેન્નાઈએ સારી વાપસી કરી હતી. 

જણાવી દઈએ કે પાવરપ્લે સમાપ્ત થયો ત્યારે મુંબઈએ એક વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા હતા પણ આ પછી ચેન્નાઈના સ્પિનરોએ મેચ પલટાવવા ની શરૂઆત કરી હતી. મુંબઈ ઈંડિયન્સની ટીમના 64 રન પર  ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ 67 રને આઉટ થયા હતા. જો કે આ સમય સુધીમાં કેમરૂન ગ્રીન ક્રિઝ પર રહ્યો હતો અને લોકોને આશા હતી કે તે મુંબઈનો સ્કોર ઘણો વધારશે. 

પણ એ સમયે એવું થયું કે સર જાડેજા તેના ફૉર્મમાં પાછા આવ્યા અને આ આઠમી ઓવરના બીજા બોલ પર કઈંક એવું થયું કે લોકો પણ ચોંકી ગયા. જણાવી દઈએ કે જાડેજાએ આ બોલને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો ગ્રીને ફુલ લેન્થના આ બોલને જડ્ડુ તરફ પૂરા જોરથી ફટકાર્યો એ મસીએ એવું લાગ્યું કે જાડેજા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ એ સાથે જ તે માત્ર સ્વબચાવમાં હાથ ઊંચો કર્યો આ આખી પ્રક્રિયામાં બોલ હાથમાં પણ આવી ગયો હતો. તેણે એક હાથે કેચ પકડીને ગ્રીનને આઉટ કર્યો. 

આ કેચ સિવાય ગઇકાલની મેચમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈ સામે તેણે ચાર ઓવરમાં વીસ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.  મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા જેમાં ઈશાન કિશને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ડેવિડે 31 રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ 22 અને રોહિત શર્માએ 21 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ