બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / mp news alirajpur tribal family found 240 gold coins in excavation four policemen grabbed them suspended

એક્શન / ગુજરાતમાંથી આદિવાસી પરિવારને મળ્યા કરોડોના સોનાના સિક્કા, MPમાં પોલીસે પડાવી લીધા, હવે થઈ મોટી કાર્યવાહી

Malay

Last Updated: 12:49 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના એક આદિવાસી પરિવારને ગુજરાતમાં ખોદકામ દરમિયાન મળ્યા સોનાના સિક્કા, 4 પોલીસ કર્મચારીઓ મારપીટ કરીને 240 સિક્કા લઈ ગયા.

  • ખોદકામ કરતી વખતે મળી આવ્યા 240 સોનાના સિક્કા
  • 4 પોલીસકર્મીઓ ઘરે આવીને હડપ કરી ગયા
  • ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યો કેસ 
  • સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ 

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક આદિવાસી પરિવારને માર માર્યા બાદ કથિત રીતે 240 સોનાના સિક્કાની ચોરી કરવાના આરોપમાં ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  

આ નેતાએ ચૂંટણીમાં મતદારોને આપ્યા સોનાના સિક્કા, બાદમાં ખબર પડી કે આ તો નકલી  પધરાવી દીધા | candidate distributes fake gold coins just before voting in  ambur tamilnadu
ફાઈલ ફોટો

ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ 
પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે રવિવારે મીડિયાને જણાવ્યું કે, સોંડવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ત્રણ કોન્સ્ટેબલો સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ફરિયાદીએ એવો દાવો કર્યો કે તેમને ગુજરાતમાં ખોદકામ કરતી વખતે આ સોનાના સિક્કા મળી આવ્યા હતા. ચારેય પોલીસકર્મીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 379 હેઠળ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. 

શંભુ સિંહ નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ
તેમણે જણાવ્યું કે, શંભુ સિંહ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે સોંડવા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ 19 જુલાઈના રોજ તેમના ઘરે આવ્યા હતા. આ પોલીસકર્મીઓએ ફરિયાદીના પત્નીને માર માર્યો હતો અને ઘરમાં દાટેલા 240 સોનાના સિક્કા છીનવીને લઈ ગયા.   

ગુજરાતમાંથી મળી આવ્યા હતા સિક્કા
પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે કહ્યું કે, પીડિતના પરિવારે 20 જુલાઈએ FIRમાં માત્ર એક પોલીસકર્મીનું નામ લીધું હતું, પરંતુ 21 જુલાઈએ તેમણે ઈન્સ્પેક્ટર સહિત ત્રણ અન્ય લોકોના નામ આપ્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો કે તેઓ અને તેમના પરિવારના સભ્યો જ્યારે ગુજરાતમાં મજૂરીકામ કરી રહ્યા હતા, ત્યારે તેમને સોનાના સિક્કા મળ્યા હતા.  

ચારેય પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
તેમણે જણાવ્યું કે, તેઓએ અલીરાજપુર જિલ્લામાં તેમના ઘરની નીચે સિક્કાઓ છુપાવી દીધા હતા. અલીરાજપુરના એસડીઓપી શ્રદ્ધા સોનકરે ફરિયાદની તપાસ કરી, જે બાદ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. અલીરાજપુરના પૂર્વ ધારાસભ્ય અને મધ્યપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નાગર સિંહ ચૌહાણ અને અન્ય લોકોએ રવિવારે બે કલાક સુધી સોંડવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમણે માંગણી કરી હતી કે ચોરીને બદલે ચારેય પોલીસકર્મીઓ સામે લૂંટનો કેસ નોંધવામાં આવે અને સોનાના સિક્કા પાછા આપવામાં આવે. 

ફાઈલ ફોટો

બ્રિટિશકાળના હતા સોનાના સિક્કા
પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે કહ્યું કે, અલીરાજપુરના પૂર્વ ધારાસભ્ય એ કહ્યું છે કે જો મંગળવાર સુધીમાં ચારેય પોલીસકર્મીઓની ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસ અધિક્ષક હંસરાજ સિંહે કહ્યું કે, પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવશે. એસપીએ જણાવ્યું કે, ફરિયાદી એક સિક્કો પોલીસની પાસે લઈને આવ્યા હતા, જેનું વજન 7.98 ગ્રામ હતું. આ બ્રિટિશકાળ (1922)નો 90 ટકા શુદ્ધ સોનાનો સિક્કો હતો. 

ગુજરાતમાં પણ કરાશે તપાસ
તેઓએ કહ્યું કે, આ કેસની તપાસ કરવા માટે એક ટીમને ગુજરાત મોકલવામાં આવશે, જે જગ્યાએ ખોદકામ કરતી વખતે આ સોનાના સિક્કા મળી આવ્યા હતા, તે જગ્યાએ તપાસ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ