બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Nagariya Nikay Chunav : AAP candidate Rani Aggarwal won by 9352 votes

ઈલેક્શન / મધ્યપ્રદેશમાં AAPની એન્ટ્રી: સિંગરૌલી મેયર પદના ઉમેદવારે ઝાડુ ફેરવ્યું, 9352 મતથી જીત

Vishnu

Last Updated: 04:47 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP ઉમેદવાર રાની અગ્રવાલની 9352 મતથી જીત, બુરહાનપુર, સતના અને ખંડવામાં ભાજપની જીત

  • મધ્યપ્રદેશમાં AAP મારી બાજી
  • સિંગરૌલી મનપા બેઠક પર મેળવી જીત
  • સિંગરૌલી મેયર પદના ઉમેદવાર રાની અગ્રવાલ જીત્યા

મધ્યપ્રદેશમાં નગર નિગમ ચૂંટણીના પ્રથમ ચરણની મતગણના આજે રવિવારના દિવસે થઈ રહી છે. મતગણના સવારે 9 વાગ્યાથી ચાલી રહી છે. ક્યાંય ભાજપ તો ક્યાંય કોંગ્રેસ આગળ પાછળ રુઝાનમાં આવી રહી છે. ભાજપે બપોર સુધીમાં ખંડવા, બુરહાનપૂર અને સતના, બૈતુલનગર અને મહાપોર પર કેસરીયો લહેરાવી દીધો છે. સૌથી ચોંકાવનારું પરિણામ સિંગરોલી બેઠક પર જોવા મળ્યું. અહિ આપની મેયર પદની ઉમેદવાર રાની અગ્રવાલે ઝાડુ ફેરવ્યું છે. છીદવાડા બેઠક પર કોંગ્રેસ પ્રત્યાશી વિક્રમ આહાકેને જીવ મેળવી છે. ગ્વાલિયર અને જબલપુરમાં રસાકસીનો જંગ જામ્યો છે. 

સિંગરોલીમાં આપ ઉમેદવાર રાની અગ્રવાલની ભવ્ય જીત
આમ આદમી પાર્ટીએ ગુજરાતની સુરતની જેમ જ  મધ્યપ્રદેશમાં એન્ટ્રી કરી લીધી છે.  સિંગરૌલી મનપા બેઠક પરના મેયર ઉમેદવાર  રાની અગ્રવાલની જીતનો પરચમ લહેરાવ્યો છે. રાની અગ્રવાલે ભાજપ ઉમેદવારને 9352 મતોથી હરાવ્યા છે. રાજકિય પંડિતો આ જીતને મધ્યપ્રદેશમાં અલગ રીતે જોઈ રહ્યા છે. દિલ્હી પંજાબ બાદ આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પણ ધીરે ધીરે પગપેસારો કરી રહી છે. 

ગુજરાત AAPનું નિવેદન
સુરતમાં મનપામાં 27 જેટલી બેઠક પર જીત મેળવ્યા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની 100 જેટલી બેઠકો પર આપએ ગુજરાતમાં ભવ્ય જીત મેળવી હતી. હાલ મધ્ય પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીના પરિણામ આવી રહયા છે જેમાં મધ્યપ્રદેશમાં પણ AAP સારો દેખાવ કરી રહી છે.

ભાજપ કોંગ્રેસમાં જોરદાર ટક્કર
સાંજના 4 વાગ્યા સુધીના પરિણામ પર નજર કરીએ તો જબલપુર, ગ્વાલિયર અને છીંદવાળામાં કોંગ્રેસ આગળ, બુરહાનપુર, સતના અને ખંડવામાં ભાજપની જીત થઈ છે. ઇન્દૌર,સાગર,ભોપાલ,ઉજ્જૈન મનપામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. કુલ 11 મનપામાંથી ભાજપ 07, કોંગ્રેસ 03 અને અન્ય 01 પર આગળ છે.

રીવામાં ચૂંટણી હારતા કોંગ્રેસ ઉમેદવારનું મોત
રીવા ના હનુમનામાં પાર્ષદ ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર હરીનારાયણ ગુપ્તાનું મોત થયું છે. વાર્ડ ક્રમાંક 9માંથી અપક્ષ ઉમેદવાર અખિલેશ ગુપ્તાએ તેમણે 14 મતથી હરાવ્યા હતા.હરીનારાયણ ગુપ્તા કોંગ્રેસના હનુમના મંડળના અધ્યક્ષ હતા. હાર સાંભલતા જ કોંગ્રેસ ઉમેદવારનું દિલ બેસી ગયું હતું. અને ત્યાં ઢળી પડતાં મોત થયું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ