બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Movie style robbery near Saila on Ahmedabad-Rajkot National Highway

ચકચાર / સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટ: પોલીસ બનીને કાર રોકી, દારૂના બહાને તપાસ કરી અને...ફિલ્મી સ્ટાઈલમાં કરી લૂંટ

Malay

Last Updated: 12:28 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે 1400 કિલો ચાંદી અને ઇમીટેશન જ્વેલરીની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

  • અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સાયલા નજીક ફિલ્મી ઢબે લૂંટ 
  • 3 કારમાં આવેલ લૂંટારુઓ લૂંટ ચલાવી થયા ફરાર   
  • લૂંટારૂઓએ અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ ચલાવી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર લૂંટારૂઓ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં હડકંપ મચી ગયો છે. લૂંટારૂઓની ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવવામાં આવી છે. 

પોલીસની ઓળખ આપી ચલાવી
મળતી માહિતી અનુસાર,  રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા પાસે ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. 3 કારમાં આવેલ લૂંટારુઓએ સાયલાથી અડધો કિલોમીટર દૂર મોર્ડન સ્કૂલ રોડ પર ફરિયાદીની કારને આંતરી પોલીસની ઓળખ આપી હતી. જે બાદ તમારી કારમાં દારૂ છે તેમ કહી કારમાં તપાસ હાથ ધરી હતી. જે બાદ આ શખ્સોએ ફરિયાદીને માર મારીને રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. 

સમગ્ર જિલ્લામાં નાકાબંધી 
લૂંટના બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.

હરેશ દૂધાત (SP, સુરેન્દ્રનગર)

પોલીસે 15થી 17 ટીમો બનાવી
આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે જણાવ્યું કે, રાજકોટ કુરિયર સર્વિસની પિકઅપ કારને ત્રણગાડીઓમાં આવેલા શખ્સોએ રોકી હતી. ત્યારબાદ ગાડીમાંથી ઈમીટેશન જ્વેલરી અને 3.88 કરોડની ચાંદી લઈને ફરાર થઈ ગયા હતા. હાલ જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. 15થી 17 ટીમો દ્વારા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ