બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / movie pathaan to become first hindi movie to release in bangladesh

બોલિવુડ / પઠાણ હવે પડોશી દેશના પડદા પર ઝૂમશે,આ દેશમા રિલીઝ થશે પહેલી હિન્દી ફિલ્મ જાણો ક્યા

Bijal Vyas

Last Updated: 10:33 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા બાદ હવે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ભારતના આ પાડોશી દેશમાં રિલીઝ થવા જઈ રહી છે

  • શાહરુખની ફિલ્મ પઠાણ પાડોશી દેશમાં થશે રિલીઝ 
  • બાંગ્લાદેશમાં રિલીઝ થનારી પઠાણ પહેલી હિન્દી ફિલ્મ હશે
  • શાહરુખની ફેન ફોલોઇંગ ખૂબ છે બાંગ્લાદેશમાં 

ભારત અને અન્ય ઘણા દેશોમાં ધમાલ મચાવ્યા બાદ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ હવે પાડોશી દેશમાં પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ પઠાણ આ વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. હવે શાહરૂખ ખાનની આ ફિલ્મ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રિલીઝ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ફિલ્મ પઠાણ બાંગ્લાદેશમાં રિલીઝ થનારી પહેલી હિન્દી ફિલ્મ હશે.

Tag | VTV Gujarati

આ જાણકારી ફિલ્મ પઠાણના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે આપી છે. બાંગ્લાદેશમાં ફિલ્મ રિલીઝ થવા પર ખુશી વ્યક્ત કરતાં YRFના નેલ્સન ડિસોઝાએ માહિતી આપી છે. તેણે ઉમેર્યું, “અમે અતિ ઉત્સાહિત છીએ કે વિશ્વભરમાં અસાધારણ કમાણી કરનાર પઠાણને હવે બાંગ્લાદેશમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવાની તક મળશે! પઠાણ 1971 પછી બાંગ્લાદેશમાં રિલીઝ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

તેણે આગળ કહ્યું, 'અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયું છે કે બાંગ્લાદેશમાં શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે.' આ ફિલ્મ બાંગ્લાદેશમાં 12 મેના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પઠાણ તમિલ, હિન્દી અને તેલુગુ વર્ઝનમાં રિલીઝ થઈ હતી.

Topic | VTV Gujarati

આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સિવાય જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા સહિતના ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં જ્હોન અબ્રાહમના વિલન પાત્રે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. શાહરૂખ અને જ્હોનના ફાઈલ સીન્સ પણ ચાહકોને પસંદ આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ