બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / motivational speaker Jaya Kishori Fees for one programe know family background

ના હોય! / Jaya Kishori Fee: એક પ્રોગ્રામના આટલા રૂપિયા લે છે કથાવાચક જયા કિશોરી, કહ્યું હું કોઈ સંન્યાસિની નથી પણ...

Arohi

Last Updated: 09:14 AM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaya Kishori Fees: જયા કિશોરીની એક ઝલક મેળવવા માટે પ્રશંસક તત્પર રહે છે. તેમણે હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે કોઈ સાધુ કે સંન્યાસિની નથી. એક સામાન્ય યુવતી છે. તે સારી મોટીવેશનલ સ્પીકર પણ છે. તેના માટે તેમને એવોર્ડ પણ મળ્યો છે.

  • જયા કિશોરી છે સારી મોટીવેશનલ સ્પીકર 
  • સાધુ કે સંન્યાસિની નથી જયા કિશોરી 
  • મોટીવેશનલ સ્પીકર માટે મળ્યો છે એવોર્ડ 

જયા કિશોરીના ઘણા ભજન ખૂબ જ લોકપ્રિય બન્યા છે. લોકો શાંતિની બે ક્ષણ માટે તેના ભજન સાંભળે છે. આ વચ્ચે જયા કિશોરીની લોકપ્રિયતા હાલના દિવસોમાં વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયાના આ સમયમાં તેમના લાખો ફોલોઅર્સ છે. યુટ્યુબ અને ફેસબુકમાં જાય કિશોરી એક-એક વીડિયો પર મિલિયન વ્યૂઅર્સ છે. આ માધ્યમથી પણ જયા કિશોરીની ટીમ રેવેન્યૂ જનરેટ કરે છે. 

જાણો જયા કિશોરીનું અસલી નામ 
આજે અમે તમને જણાવીશું કે જયા કિશોરી એક કથા માટે કેટલા પૈસા લે છે. આ ઉપરાંત તેમના પરિવાર અને અભ્યાસ વિશે જણાવીશું. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જયા કિશોરીજીનું આખુ નામ જયા શર્મા છે. તેમનો જન્મ 13 જુલાઈ 1995એ રાજસ્થાનના સુજાનગઢમાં એક ગોડ બ્રાહ્મણ પરિવારમાં થયો છે. 

જયા કિશોરીનો પરિવાર 
જયાના પિતાનું નામ રાધે શ્યામ હરિતવાલ છે. તેમના માતાનું નામ ગીતા દેવીજી હરિતપાલ છે. જયા શર્માની એક બહેન ચેતના શર્મા પણ છે. તેમનો આખો પરિવાર હાલ કોલકતામાં રહે છે. જયા કિશોરીનું મન બાળપણથી જ ભગવાનની ભક્તિમાં લાગેલું છે. જયા કિશોરી પોતે જણાવે છે કે જ્યારે તે 6 વર્ષની હતી ત્યારથી જ ભક્તિમાર્ગને અપનાવી લીધો હતો. બાળપણમાં તેમના ઘરમાં હનુમાનજીનો સંદરકાંડ વાંચવામાં આવતો હતો. 

લગભગ 9 વર્ષની ઉંમરમાં જયા કિશોરી સંસ્કૃતમાં લિંગાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્રમ્, રામાષ્ટકમ્, શ્રીરૂદ્રાષ્ટકમ્, શિવપંચાક્ષર, સ્તોત્રમ્, દારિદ્રય દહન શિવ સ્તોત્રમ્ વગેરે ઘણા સ્તોત્રોંને ગાઈને લોકોને પ્રભાવિત કર્યા હતા. નાની ઉંમરમાં જ ભગવત ગીતા, નાની બાઈ કા માયરો, નરસી કા ભાત જેવી કથાઓ સંભળાવી પોપ્યુલર થયેલી જયા કિશોરી આજે આખા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ ફેમસ છે. 

જયા કિશોરીની કમાણી 
જયા કિશોરી એક કથા માટે જેમાં નાની બાઈ કો માયરો અને શ્રીમદ ભાગવત કથા હોય છે. તેના માટે લગભગ 9થી 10 લાખ રૂપિયા સુધી લે છે. અડધુ બુકિંગ સમયે લેવામાં આવે છે બાકીના કથા કે માયરાના બાદ લેવામાં આવે છે. 

તેમાંથી મોટો ભાગ જયા કિશોરી નારાયણ સેવા સંસ્થાનનો ડોનેટ કરી દે છે. આ સંસ્થા દિવ્યાંગ અને અપંગ લોકો માટે હોસ્પિટલ ચલાવે છે અને ગરીબોની સેવા કરે છે. નારાયણ સેવા સંસ્થાન દ્વારા ઘણી ગૌશાળાઓ પણ ચલાવવામાં આવે છે. 

'કિશોરી જી'ની ઉપલબ્ધી 
જો અભ્યાસની વાત કરવામાં આવે તો જયા કિશોરીએ પોતાના સ્કૂલનો અભ્યાસ કલકતાના મહાદેવી બિડલા વર્લ્ડ એકેડમીથી કર્યો છે. તેના બાદ તેમણે બી.કોમનો અભ્યાસ પુરો કર્યો છે. જયા કિશોરીને તેમના ગુરૂ પંડિત ગોવિંદ રામ મિશ્રાએ તેના ભગવાન શ્રી કૃષ્ણના પ્રતિ પ્રેમને જોતા તેને 'કિશોરી જી'ની ઉપાધિ આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ