બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / most powerful rocket Spacex Starship first launch failed after four minutes

શૉકિંગ / દુનિયાના સૌથી મોટા રૉકેટ Spacex Starship માં લોન્ચિંગ બાદ બ્લાસ્ટ, છતાં એલોન મસ્ક ખુશ, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 11:11 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Spacex Starship Launch Fail: અત્યાર સુધી બનાવવામાં આવેલું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ પોતાના પહેલા લોન્ચમાં ફેલ થઈ ગયું. એલન મસ્કની કંપની સ્પેસ એક્સે સૌથી શક્તિશાળી રોકેટ બનાવ્યું છે જેના દ્વારા વ્યક્તિને ચંદ્ર અને મંગળ ગ્રહ પર લઈ જવાનું લક્ષ્ય છે.

  • એલવ મસ્કની કંપનીએ બનાવ્યું હતું સૌથી શક્તિશાળી રોકેટ 
  • લૉન્ચ થતાં જ હવામાં બ્લાસ્ટ થઈ ગયું રૉકેટ 
  • વ્યક્તિને ચંદ્ર અને મંગળ ગ્રહ પર લઈ જવાનું લક્ષ્ય

દુનિયામાં અત્યાર સુધી સૌથી શક્તિશાળી સ્પેસશિપનું લોન્ચ ફેલ થઈ ગયું છે. એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ ગુરૂવારે પહેલી વખત લોન્ચ થયું. પરંતુ વચ્ચે રસ્તામાં જ તે ફાટી ગયું. સ્ટારશિપ ધરતીથી અંતરિક્ષમાં જઈ શકે તે પહેલા જ એક ધમાકાની સાથે તે ટૂકડામાં વહેંચી ગયું. 

ગુરૂવારે આ રોકેટ પહેલી વખત લોન્ચ થયું હતું. એસ્ટ્રોનોટને ચંદ્ર અને મંગળ ગ્રહ પર મોકલવા માટે આ રોકેટે પહેલા ઉડાન ભરી. 

ટેક્સાસના બોકા ચીકાથી લોન્ચ થયું હતુ આ રોકેટ 
સ્પેસ એક્સનું આ રોકેટ ટેક્સાસના બોકા ચીકાથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટ ભલે ધમાકાની સાથે નષ્ટ થઈ ગયું પરંતુ વ્યક્તિને અંતરિક્ષમાં સફર કરવા માટે એક મોટુ પગલું છે. જ્યારે આ રોકેટ ધમાકાની સાથે ફાટી ગયું તો સ્પેસએક્સની ટીમ એક સેકન્ડ માટે નિરાશ થઈ ગઈ. 

પરંતુ તેમણે તાલિઓ વગાડીને આ અવસરની ખુશી ઉજવી. રોકેટના નષ્ટ થવા પર એલન મસ્કે કહ્યું, "સ્પેસએક્સની ટીમને રોમાન્ચક ટેસ્ટિંગ માટે શુભકામનાઓ. આવનાર અમુક મહિનાઓમાં થવા જઈ રહેલા લોન્ચ માટે ઘણુ બધુ સીખ્યું."

અસફળતાથી શીખે છે 
સ્ટારશિપના કેપ્સૂલને ઉડાનના ત્રણ મિનિટ બાદ રોકેટના બૂસ્ટરથી અલગ થવાનું હતું. પરંતુ આ બન્ને અલગ ન થઈ શક્યા અને રોકેટમાં ઘમાકો થયો. સ્પેસએક્સે એક ટ્વીટમાં કહ્યું, "જેવું કે ઉડાનની ટેસ્ટિંગ પર્યાપ્ત રોમાંચક ન હતી. સ્ટેજ સેપરેશનથી પહેલા સ્ટારશિપે અનિર્ધારિત ડિસએસેમ્બલીનો અનુભવ કર્યો. ટીમના ડેટાની સમીક્ષા કરવાનું ચાલું રાખશે અને આપણી બીજી ઉડાનના પરીક્ષણની દિશામાં કામ કરશે. "

તેમણે આગળ લખ્યું, "આ પ્રકારે પરીક્ષણથી આપણે જે શીખી છીએ તેનાથી સફળતા મળે છે. આ પ્રકારના પરીક્ષણથી આપણે જે સીખએ છીએ તેનાથી સફળતા મળે છે. આજનું પરીક્ષણ આપણને સ્ટારશિપની વિશ્વસનીયતામાં સુધાર કરવામાં મદદ કરશે. કારણ કે સ્પેસએક્સ જીવનને ખૂબ-ગ્રહીય બનાવવા માંગે છે. "

પહેલા પણ ફેલ થયું રોકેટ લોન્ચ 
સ્પેસમાં રોકેટ મોકલવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આખી સ્પેસ એક્સની ટીમે દુનિયાનું સૌથી મોટુ અને શક્તિશાળી રોકેટ બનાવીને એ કરી દીધુ જે આજ પહેલા અંતરિક્ષ વિજ્ઞાનમાં ક્યારેય નથી થયું. એવામાં કદાચ સ્પેસ એક્સની ટીમ સ્ટારશિપના પહેલા લોન્ચના ફેલ થવા માટે પણ તૈયાર હતા. 

આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કારણ કે જ્યારે રોકેટ ફાટ્યું તો લોન્ચ ટીમની ચિંતીત અવાજ સંભળાઈ પરંતુ તેના બાદ તાલીઓનો ગડગળાટ સાંભળવા મળ્યો. સ્પેસ એક્સ અને એલન મસ્ક બન્નએ તેને અનુભવ ગણાવ્યો છે. સ્પેસ એક્સ જ્યારે એક એવું રોકેટ બનાવી રહ્યું હતું જે લોન્ચ બાદ ધરતી પર ફરી લેન્ડિંગ કરે ત્યારે પણ તેને સફળતાથી પહેલા ઘણી વખત અસફળ થવું પડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ