બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Mosquito borne epidemic increased in Surat city

સાચવજો / સુરતીઓ સાવધાન! શહેરમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો, 20 દિવસમાં 21 લોકોનો લીધો ભોગ, તંત્ર સામે સવાલ

Malay

Last Updated: 09:59 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં રોગચાળાનો કહેર યથાવત છે. ઉલટી અને તાવથી શહેરમાં વધુ એક યુવકનું મોત નિપજ્યું છે.

  • સુરત શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
  • તાવના કારણે વધુ એક યુવકનું મૃત્યુ
  • પાંડેસરાના વડોદમાં યુવકનું મૃત્યુ

સુરત શહેરમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે. સુરત શહેરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રોગચાળાના આંકડામાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે. વરસાદી રોગચાળાને કારણે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 21 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. રોગચાળાને ડામવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.

શહેરોમાં રોગચાળો વકર્યો: શરદી-તાવ-ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂના દર્દીઓથી  હોસ્પિટલો ઉભરાઈ, તંત્ર થયું દોડતું | dengue chikungunya swine flu cases of  increased in cities ...
ફાઈલ ફોટો

વધુ એક યુવકનું તાવમાં સપડાતાં મોત
શહેરના પાંડેસરાના ગણેશ નગરમાં વધુ 1 યુવકનું તાવમાં સપડાતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગર ખાતે રહેતા ટુના રન્કા ગૌડા નામના યુવકને શનિવારે તાવ આવ્યા બાદ મોડી સાંજે તબિયત લથડી હતી. જે બાદ બેભાન હાલતમાં આ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. જે બાદ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ જ વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં તાવ, ઉલટી સહિતના રોગચાળામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
 
ઉલટી અને તાવને કારણે 2 યુવકોના થયા હતા મોત
આપને જણાવી દઈએ કે, સુરતમાં ગત 3 ઓગસ્ટે પણ ઉલટી અને તાવને કારણે 2 યુવકોના મોત નિપજ્યા હતા. શહેરના ગોડાદરાના 19 વર્ષીય યુવકને મંગળવારે ઝાડા ઉલટી થયા હતા. બુધવારની સવારે તે બેહોશ થતા તેને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. 

શહેરોમાં રોગચાળો વકર્યો: શરદી-તાવ-ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂના દર્દીઓથી  હોસ્પિટલો ઉભરાઈ, તંત્ર થયું દોડતું | dengue chikungunya swine flu cases of  increased in cities ...
ફાઈલ ફોટો

શહેરમાં રોગચાળો વકરતા નાગરિકોની ચિંતામાં વધારો
જ્યારે શહેરના ઉધનાના 39 વર્ષીય યુવકને અઠવાડિયા બાદ ફરી આવ્યો તાવ હતો. જે બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આપને જણાવી કે, શહેરમાં છેલ્લા 20 દિવસમાં 21 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. શહેરમાં રોગચાળાને કારણે થતા મૃત્યુથી લોકોની ચિંતામાં થયો વધારો છે. 


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ