બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / More than 25000 youth will get government jobs in Gujarat this year, one and a half lakh employed in last 5 years: PM Modi

ગાંધીનગર / આ વર્ષે 25000 થી વધુ યુવાનોને ગુજરાતમાં સરકારી નોકરી મળશે, છેલ્લા 5 વર્ષમાં દોઢ લાખને રોજગારી આપી: PM મોદી

Vishal Khamar

Last Updated: 05:40 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વર્ગ-2 અને 3 ની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનાં હસ્તે 3 હજાર જેટલા ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.

  • પસંદગી પામેલ ઉમેદવારોને અપાશે નિમણુંક પત્ર
  • 3 હજાર જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા
  • છેલ્લા પાંચ વર્ષમાં દોઢ લાખ લોકોને સરકારી નોકરી મળીઃ વડાપ્રધાન
  • હવે નવા સંકલ્પ સાથે PM મોદીએ શરૂઆત કરી છેઃ CM

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બિન સચિવાલય ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3,  ગુજરાત સેવા શિક્ષણ સેવા વર્ગ-2, ખેતીવાડી અધિકારી વર્ગ-2 નાં આશરે 3 હજાર જેટલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ત્યારે નિમણૂંક થયેલ તમામ લોકોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. 

કાયમી નોકરી માટે મેરીટ જરૂરી છે ઓળખાણ નહિઃ CM

ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પહેલા મંત્રીની ઓળખાણ હોય  તેને નોકરી મળી જતી હતી. હવે નવા સંકલ્પ સાથે વડાપ્રધાન મોદીએ શરૂઆત કરી છે. હવે મળવા પાત્ર લોકોને નોકરી મળતી થઈ છે. કાયમી નોકરી માટે મેરીટ જરૂરી છે ઓળખાણ નહી. ત્યારે આજથી કર્મયોગી બનો એવી આશા રાખીએ છીએ.  પરીક્ષા પેપર ફુટે તેની પીડા તમારાથી વધુ કોણ સમજી શકે. પૈસા હોય તેને નોકરીનું શું કામ છે. હવે કાયદો લાવ્યા છીએ એટલે એમને છોડવામાં આવશે નહી. યુવાનોમાં ડિપ્રેસન શેનું છે એ સમજાતું નથી.  યુવાનો અજુગતું પગલું ભરે તો પરિવાર કેટલો દુઃખી થાય. તેમને એમ થતું હશે કે મુખ્યમંત્રી બન્યા એટલે સલાહ આપે છે. ત્યારે પતરાવાળા મકાનમાં હું પણ રહ્યો છું. તેમનાથી આ સ્ટેજ પર પહોચ્યા છીએ. 

પાછલા પાંચ વર્ષોમાં દોઢ લાખ લોકોને સરકારી નોકરીઓઃવડાપ્રધાન

આ નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે થોડા જ સમયમાં ગુજરાતમાં બીજી વાર રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે યુવાઓને રોજગાર આપવોએ ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકાર એનડીઓએના શાસનવાળા રાજ્યોમાં લગાતાર રોજગાર મેળાનું આયોજન કરી રહ્યા છે.  ત્યારે પાછળનાં પાંચ વર્ષોમાં દોઢ લાખ લોકોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે.  ગુજરાત સરકારે ભરતી કેલેન્ડર બનાવીને નક્કી સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.  દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે એન્જિન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સરકાર વિકાસની જે હોલોસ્તિક એપ્રોચ સાથે કામ કરે છે. જેનાથી મોટા પ્રમાણમાં રોજગાર મળે છે. એક એવી સિસ્ટમ તૈયાર છે. જેમાં સ્ટાર્ટ અપને કામ કરવા માટે પ્રેરણા મળે છે. મુદ્રા યોજના અને  સ્ટેન્ડપ ઈન્ડિયા યોજનાથી રોજગારમાં વધારો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ