બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Morbi hanging bridge case accused Jaysukh Patel will go to Jail for Diwali: High Court fixed hearing after vacation, know details

BIG NEWS / મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં: હાઇકોર્ટે વેકેશન બાદ સુનાવણી નિયત કરી, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 04:50 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ મામલે હાઈકોર્ટમાં જયસુખ પટેલે હંગામી જામીન પર છોડવા માટે માંગણી કરી હતી. જે મામલે મૃતકોનાં પરિવારજનો તરફથી અરજીનો વિરોધ કરાયો હતો.

  • મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાંનો કેસ
  • જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં
  • જયસુખ પટેલે હંગામી જામીન પર છોડવા કરી હતી માંગ

 મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડલા માંગણી કરી હતી. ત્યારે આ બાબતે મૃતકોનાં પરિવારજનો તરફથી જયસુખ પટેલ દ્વારા કરાયેલ અરજીનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/મોરબી' title='મોરબી'>મોરબી</a> દુર્ઘટના મામલે HCનો મોટો આદેશ, સરકારને પૂછ્યું: કયા આધારે  કોન્ટ્રાકટરને મંજૂરી આપી? ફિટનેસની જવાબદારી કોની હતી? | gujarat High Court  orders govt to ...

અત્યાર સુધી કોર્ટે 6 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા
મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 જેટલા આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીનાં મેનેજર દિનેશ દવેને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા છે. તેમજ રાજકોટ અને મોરબીમાં ન પ્રવેશવાની શરતે દિનેશ દવેને જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધી 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.

શું હતી સમગ્ર ઘટનાં
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબર 2022 થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ