બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi Bridge Collapse, There was no arrangement to prevent overload on the swinging pool, fitness was also not checked

BIG NEWS / મોરબી દુર્ઘટના: ઝૂલતા પૂલ પર ઓવરલોડ રોકવા નહોતી વ્યવસ્થા, ફિટનેસ પણ નહોતું કર્યું ચેક: SITના રિપોર્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

Priyakant

Last Updated: 02:37 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Bridge Collapse News: SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું

  • મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદાર
  • બ્રિજનું સંચાલન, સમારકામ કરનાર જવાબદાર: SIT
  • કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ-SIT

Morbi Bridge Collapse : મોરબી દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસમાં નીમવામાં આવેલ SITએ હાઇકોર્ટમાં 5000 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. 

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે SITની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હતી. ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર તો બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર તમામ જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. 

File Photo 

SITના રિપોર્ટ મુજબ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ જવાબદાર છે. ઘટનાને લઇ તમામ લોકો જવાબદાર હોવાનું SITના રિપોર્ટમાં ખુલ્યુ છે. SIT ના રિપોર્ટ મુજબ બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહતો તો ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહોતી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. 

શું છે SITના રિપોર્ટમાં ? 
SITના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. આ સાથે ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ. ટિકિટ વેંચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ