બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Monsoon mood changed due to Cyclone Biporjoy! See what IMD predicted with date for Monsoon

ક્યારે કરશે આગમન? / બિપોરજોય વાવાઝોડાના કારણે મેઘરાજાનો મિજાજ બદલાયો! ચોમાસાને લઈને IMDએ તારીખ સાથે જુઓ શું આગાહી કરી

Megha

Last Updated: 11:21 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ 11 જૂન પછી આગળ વધ્યું નથી અને 18 જૂનથી તે ફરી ગતિ પકડી શકે છે.

  • ચોમાસું 11 જૂન પછી આગળ વધ્યું નથી
  • 18 જૂનથી તે ફરી ગતિ પકડી શકે છે 
  • બિપરજોય' વરસાદી સિસ્ટમની પ્રગતિ પર કોઈ અસર કરશે નહીં

અત્યારે દેશભરમાં ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો માત્ર બિપરજોય તોફાન જ રહ્યો છે.  બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. આ દરમિયાન હવે બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. આ સાથે જ એ પણ ચર્ચાનો વિષય છે કે શું આ ચક્રવાતને કારણે ચોમાસું મોડું પડશે?

ભારત હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ 11 જૂન પછી આગળ વધ્યું નથી અને 18 જૂનથી તે ફરી ગતિ પકડી શકે છે. એ વાત તો નોંધનીય છે કે કેરળમાં પ્રારંભિક વિલંબ થયો હતો અને દક્ષિણપશ્ચિમ ચોમાસું રવિવારથી દક્ષિણ દ્વીપકલ્પ અને દેશના પૂર્વ ભાગોમાં આગળ વધશે. આ સાથે જ IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત 'બિપરજોય' ચોમાસાના આગળ વધવા અને મોસમી વરસાદી સિસ્ટમની પ્રગતિ પર કોઈ અસર કરશે નહીં.

આ વિશે વાત કરતાં એમને કહ્યું હતું કે, "જો ચક્રવાત બિપરજોય ઉત્તર-પશ્ચિમ ઓમાન તરફ આગળ વધે છે, તો તે ચોમાસાના પ્રવાહને અસર કરશે." મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાતે વિષુવવૃત્તીય પ્રવાહને મજબૂત કરીને ચોમાસાની પ્રગતિમાં મદદ કરી છે કારણ કે તે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે. 18 અને 21 જૂન વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના દક્ષિણ દ્વીપકલ્પ અને પૂર્વ ભારતના કેટલાક વધુ ભાગો અને આસપાસના વિસ્તારોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ. રાજીવને જણાવ્યું હતું કે, 'એવી અપેક્ષા છે કે જૂનના છેલ્લા સપ્તાહ સુધીમાં ચોમાસું આવી જશે અને ત્યાં સુધી મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પૂરતો વરસાદ નહીં પડે. ખેડૂતોને આ વિલંબ વિશે જાણ કરવી જોઈએ અને આ સમય દરમિયાન તેઓએ કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ તે અંગે સલાહ આપવી જોઈએ. ચોમાસું સામાન્ય રીતે 15મી જૂન સુધીમાં સમગ્ર મધ્ય ભારતને આવરી લે છે.

સ્કાયમેટ વેધરના ક્લાઈમેટ એન્ડ મીટીરોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે કહ્યું, 'અમે ચોમાસામાં કોઈ પ્રગતિ જોઈ રહ્યા નથી. ત્રણથી ચાર દિવસમાં, દ્વીપકલ્પના ભારતમાં વરસાદ સાથે ચોમાસુ ફરી શરૂ થઈ શકે છે. 20-21 જૂન સુધીમાં ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ. ચોમાસું મધ્ય ભારતને આવરી લેવા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં પહોંચવા માટે લાંબી રાહ જોવી પડશે.

હવામાનશાસ્ત્રીઓએ કહ્યું હતું કે ચક્રવાત દ્વીપકલ્પના દક્ષિણ ભાગોમાંથી પસાર થયા પછી જ ચોમાસું આગળ વધશે. ચોમાસું તેના સામાન્ય સમયપત્રકના લગભગ એક અઠવાડિયા પછી 8 જૂને ભારતમાં કેરળ પહોંચ્યું હતું. કેરળમાં ચોમાસાની વિલંબથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થાય તે જરૂરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ