બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Monsoon-like conditions in Banaskantha during winter, thundershowers from Panchmahal-Aravalli to Surat

સંકટનું માવઠું / બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ, પંચમહાલ-અરવલ્લીથી લઈને સુરત સુધી ગાજવીજ સાથે વરસાદ: સંકટ લઈને આવ્યા વાદળ

Priyakant

Last Updated: 11:15 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain In Gujarat Latest News: આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું, વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ

  • આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું 
  • વહેલી સવારથી અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટો 
  • કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા 

Heavy Rain In Gujarat  : હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમાં વહેલી સવારે સૌરાષ્ટ્રમાં માવઠા બાદ હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ તરફ માવઠાને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. મહત્વનું છે કે, આ કમોસમી વરસાદને કારણે ઘઉં અને બાગાયતી ખેતીમાં નુકશાન થઈ શકે છે. આ તરફ કમોસમી વરસાદની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

સુરત શહેરમાં વરસાદી વાતાવરણ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વિગતો મુજબ સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીના ગડગટાડ સાંભળવા મળી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો
આ તરફ પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

બનાસકાંઠા જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે ભાભર, સુઈગામ અને વાવ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે, ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતાં હવે ખેડૂતોના પાકને નુકશાનની ભિતી ઊભી થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ