બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Monsoon is not far off in Gujarat now, Ambalal big forecast after 'Biporjoy'

હવામાન / ગુજરાતમાં હવે ચોમાસું બહુ દૂર નથી, 'બિપોરજોય' બાદ અંબાલાલની મોટી આગાહી

Malay

Last Updated: 03:52 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે.

 

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન
  • 18 જૂન સુધી વાવાઝોડાનો પ્રકોપ રહેશે
  • 21 જૂન બાદ વિધિવત ચોમાસું બેસશે

બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

 

21 જૂન બાદ વિધિવત રીતે બેસી જશે ચોમાસું: અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 

અંબાલાલની મોટી આગાહીઃ આજે ફરી IPLની ફાઇનલ પર વરસાદી સંકટ, ગુજરાતભરમાં પડશે  માવઠું, અરબી સમુદ્રમાં સક્રિય થશે ચક્રવાત | Meteorologist Ambalal Patel  predicted ...


 '2023માં ચોમાસું સામાન્ય રહેશે'
ચોમાસાને લઈને દિલ્હી સ્થિત આઈઆઈટી સંસ્થાએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, દર વર્ષે કરળથી ચોમાસું બેસવાની શરૂઆત થાય છે. કેરળમાં દર વર્ષે 25 મેથી 1 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય છે, જેમાં ચારથી પાંચ દિવસનું અંતર રહે છે. આ વર્ષે કેરળમાં ચોથી જૂને ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે  IITના જણાવ્યા અનુસાર, 2023માં ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે. આ વખતે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 92 ટકા વરસાદ થવાની અપેક્ષા છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

આજે ગુજરાતના 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
આપને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ટ્વીટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ, આજે એટલે કે 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ