બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Monsoon farewell from Gujarat? Now it will be cloudy at the beginning of the month, not a single rain system is active.!

આગાહી / ગુજરાતમાંથી ચોમાસાની થઈ વિદાય? હવે મહિનાની શરૂઆતમાં જ મેઘમહેર થશે, વરસાદની એક પણ સિસ્ટમ સક્રિય નથી.!

Vishal Khamar

Last Updated: 10:48 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અગાઉ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા ખેડૂતોએ ખેતરમાં પાકની વાવણી કરી હતી. પરંતું ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા છે. હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદ પડવાની સંભાવનાં છે.

  • ખેડૂતોએ વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ
  • અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું
  • સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છેઃ હવામાન નિષ્ણાંત

રાજ્યમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. બીજી તરફ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે, જોકે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે, જોકે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડે તેવી શક્યતા છે. 

પાક સૂકાવાથી ખેડૂત ચિંતીત

ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ નોંધાયો
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદનાં એંધાણ છે. હવે એવું લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ નીનોના કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે, પરંતુ હાલમાં દેશનાં ઘણાં રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 

ફાઈલ ફોટો

દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ત્રણ દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી
હવામાન નિષ્ણાતો કહે છે કે હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીંવત્ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાં ઝાપટાં પડી શકે છે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ ‌પિયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતાં એવું કહેવાયું છે કે ૨૮ ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. હવે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન ૩૦ ઓગસ્ટે છે. રક્ષાબંધનના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ