બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / monkeys using social media on the smartphone after watching trending video

OMG / હવે કપિરાજ પણ મોબાઇલમાં મસ્ત! સ્માર્ટફોનને વાપરવાનો VIDEO જોઈને લોકોએ કહ્યું- આ આપણા પૂર્વજ

Premal

Last Updated: 08:00 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાંદરાના એક સમૂહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોઇ શકાય છે. સ્માર્ટ ફોનને જોયા બાદ બધા વાંદરા થોડા હેરાન-પરેશાન દેખાઈ રહ્યાં છે.

  • સ્માર્ટ ફોનને જોવા માટે વાંદરાઓના એક સમૂહે કરી પડાપડી
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
  • સ્માર્ટ ફોનને જોયા બાદ વાંદરા હેરાન-પરેશાન દેખાયા

વાંદરાના એક સમૂહે મોબાઈલ ફોનનો કર્યો ઉપયોગ

માણસ અને વાંદરામાં અનેક સમાનતાઓ છે. આજની દુનિયામાં જ્યાં માણસ ધીરે-ધીરે આધુનિક ટેકનિકને અપનાવી રહ્યો છે, તો એવુ લાગે છે કે વાંદરા પણ આ ટ્રેન્ડને ફૉલો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉદાહરણ તરીકે વાંદરાના એક સમૂહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોઇ શકાય છે. સ્માર્ટ ફોનને જોયા બાદ બધા વાંદરા થોડા હેરાન-પરેશાન દેખાઈ રહ્યાં છે. સામે બેઠેલા એક વાંદરાએ પોતાની આંગળીઓ સ્ક્રીન પર ફેરવી. સોશિયલ મીડિયામાં આ વીડિયો  જોઇને યુઝર્સની આંખ સ્થિર થઇ ગઇ.  એક વાંદરો તો બાજુમાં આવીને બેસી ગયો અને જોવા લાગ્યો કે આખરે નાની સ્ક્રીન પર શું થઇ રહ્યું છે. 

વાંદરા પર છવાયો સ્માર્ટ ફોનનો જાદુ

વાયરલ થયેલા વીડિયોમાં વાંદરો સ્માર્ટ ફોનની સ્ક્રીનને જોઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી સ્ક્રોલ કરી રહ્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલો વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. જો કે, આ ક્લિપ ગયા વર્ષે શેર કરવામાં આવી હતી. પરંતુ હવે આ ફરીથી સામે આવી છે. ઈન્ટરનેટ પર યુઝર્સે જેવો આ વીડિયો જોયો તો લોકો વીડિયો જોવા માડ્યા. આ ક્લિપને 177000થી વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ 4100 લાઈક્સ મળી છે. 

યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

વીડિયોને એક સરસ કેપ્શન આપવામાં આવ્યું છે, કેપ્શનમાં લખ્યું, તો આ છે સોશિયલ મીડિયાનો ક્રેઝ. આ વીડિયોએ ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધુ છે. જ્યારે અમુક યુઝર્સે વીડિયોને ક્યુટ કહ્યો. તો અન્ય એક યુઝર્સે કહ્યું કે વાંદરાઓને પણ સ્માર્ટ ફોનની ટેવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ