બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Money showered on India after winning the title, know how much prize money the champion team got

India vs Sri Lanka / એશિયા કપની ટ્રોફી કબજે કરતાં જ ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ, ચેમ્પિયન ટીમને આટલી ઈમાની રકમ મળી, લંકાની ઝોળી પણ ભરાઈ

Pravin Joshi

Last Updated: 09:37 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Sri Lanka: ભારતીય ટીમે એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકા સામે 10 વિકેટે એકતરફી જીત મેળવીને ટાઈટલ જીત્યું. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઈનલ શ્રીલંકાને હરાવ્યું
  • ભારતે એશિયા કપના ઈતિહાસમાં આઠમી વખત આ ટ્રોફી જીતી 
  • ભારતને વિજેતા તરીકે 1,50,000 યુએસ ડોલર ઈનામી રકમ મળી


ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને 5 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ઈતિહાસમાં આઠમી વખત આ ટ્રોફી જીતી છે. આ ટૂર્નામેન્ટની વિજેતા તરીકે ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે મોટી રકમ પણ મળી છે. ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે બોલ સાથે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે આ મેચમાં 6 વિકેટ લઈને શ્રીલંકાની ટીમને 50ના સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ લક્ષ્ય માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને વિજેતા તરીકે 150,000 યુએસ ડોલર ઈનામી રકમ તરીકે મળ્યા. જ્યારે શ્રીલંકાની ટીમને ઉપવિજેતા તરીકે 75,000 યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવી હતી.

 

કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો

એશિયા કપ 2023માં ભારતીય ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં કુલદીપ યાદવનું નામ મોખરે હતું જેણે પાકિસ્તાન સામેની મેચમાં 5 વિકેટ અને ત્યારબાદ શ્રીલંકા સામે મહત્વના સમયે 4 વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે કુલદીપને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો, જેમાં તેને 15,000 યુએસ ડોલરની પ્રાઇસ મની પણ આપવામાં આવી હતી. મોહમ્મદ સિરાજને ફાઈનલ મેચમાં મેચવિનિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સિરાજને આ એવોર્ડ તરીકે US $ 5,000 ની રકમ મળી, જે તેણે ગ્રાઉન્ડ્સમેનને આપવાનું નક્કી કર્યું. એશિયન ક્રિકેટ કાઉન્સિલ વતી શ્રીલંકાના ગ્રાઉન્ડસમેનને તેના શ્રેષ્ઠ કાર્ય માટે ઈનામી રકમ તરીકે US $ 50,000 ની રકમ આપવામાં આવી હતી.

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ