દરેક જગ્યા પર પોસ્ટ ઓફિસની પહોંચ રહેવી મુશ્કિલ બને છે. તેવામાં ધ્યાન રાખો કે ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે જાણો વિગત
કોઇ પણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેંન્ચાઇઝી લઇ શકે છે.
ફ્રેન્ચાઇઝી માટે ફક્ત 5,000 રુપિયાનું રોકાણ કરવાનુ રહેશે
ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરો
how to take Post Office Franchise:પોસ્ટ ઓફિસથી લોકોને અનેક પ્રકારની સુવિધા મળે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તો આ મોટી સંખ્યા માટે અનેક પ્રકારના બેંકિંગ સેવાઓના માધ્યમ છે. અનેક લોકો પોતાના પૈસાને પોસ્ટ ઓફિસમાં વિવિધ યોજનાઓમાં રોકાણ કરીને કમાણી કરે છે. તો ઘણા લોકો પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઇને કમાણી કરે છે.
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લેવા માટે વધારે પૈસા લગાવવાની જરુર નથી. તેવામાં તમે ખૂબ ઓછા પૈસાની સાથે સ્ટાર્ટ કરી શકો છો. તમારે ફક્ત 5,000 રુપિયાનું રોકાણ કરવાનુ રહેશે અને તમે મોટી કમાણી કરી શકશો. દરેક જગ્યા પર પોસ્ટ ઓફિસની પહોંચ રહેવી મુશ્કિલ બને છે. તેવામાં ધ્યાન રાખો કે ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે તમે કેવી રીતે ફ્રેન્ચાઇઝી લઇ શકો છો.
કેવી રીતે લઇ શકાય છે ફ્રેન્ચાઇઝી?
ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમક 18 વર્ષથી વધારે હોવી જોઇએ.
કોઇ પણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેંન્ચાઇઝી લઇ શકે છે.
ફ્રેંન્ચાઇઝી લેનાર વ્યક્તિ પાસે કોઇ માન્યતા પ્રાપ્ત સ્કૂલથી 8મી પાસનુ સર્ટિફિકેટ હોવુ જરુરી છે.
ફ્રેન્ચાઇઝીનું આવેદન કરવા માટે સૌથી પહેલા ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
સિલેક્શન થવા પર ઇન્ડિયા પોસ્ટની સાથે એક MoU સાઇન કરવાનો રહેશે.
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝીની કમાણી કમિશન પર હોય છે, તે માટે પોસ્ટ ઓફિસ દ્વારા મળનારી પ્રોડક્ટ અને સર્વિસ આપવામાં આવે છે. આ દરેક સર્વિસ પર કમિશન આપવામાં આવે છે. MOUમાં કમિશન પહેલા જ નક્કી કરવામાં આવે છે.
કમિશન દ્વારા કરી શકો છો કમાણી
ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ તમે કમિશન દ્વારા કમાણી કરી શકો છો. આ તમારા કામ પર નિર્ભર કરે છે કે તમે કેટલી કમાણી કરી શકો છો. રજિસ્ટર્ડ આર્ટિકલ્સની બુકિંગ પર 3 રુપિયા, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સની બુકિંગ પર 5 રુપિયા, 100થી 200 રુપિયાના મનીઓર્ડરના બુકિંગ પર 3.50 રુપિયા, 200 રુપિયાથી વધારાના મની ઓર્ડર પર 5 રુપિયા, દરેક માસ રજિસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધારે બુકિંગ પર 20 ટકાથી વધારે કમિશન મળે છે.
ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરો
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી માટે તમે પોસ્ટ ઓફિસના ઓફિશિયલ નોર્ટિફિકેશનને વાંચી લો અને ઓફિશિયલ સાઇટ પરથી અરજી કરો. અરજી કરવા માટે તમે (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf) આ ઓફિશિયલ લિંક પર ક્લિક કરી શકો છો. અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરીને ફ્રેન્ચાઇઝી લઇ આવેદન કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, જે લોકોને પસંદ કરવામાં આવશે તેમને પોસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે એક MoU સાઇન કરવાનો રહેશે. ત્યાર બાદ તે ગ્રાહકોની સુવિધા આપી શકશે.