બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Siraj, Shubman Gill Shine As India Beat NZ By 12 Runs

હૈદરાબાદ / કીવી ટીમ છેલ્લે સુધી ઝઝુમી છતાં ન ફાવી, પહેલી વનડેમાં ભારતનો રોમાંચક વિજય, ગીલ ગેમચેન્જર

Hiralal

Last Updated: 10:20 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની 3 વનડે સિરિઝની પહેલી મેચ ભારતે જીતી લીધી છે.

  • ભારતીય ટીમની વિનિંગ સ્ટ્રીક 
  • પહેલી જ વનડેમાં વિજય 
  • ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું
  • પહેલા બેટિંગ કરીને કર્યાં 349 રન 
  • ન્યુઝીલેન્ડની ટીમ  337 રન કરી શકી 

પહેલી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 12 રન પરાજય આપીને વિજયી શરુઆત કરી દીધી છે. પહેલા બેટિંગ કરીને ટીમ ઈન્ડીયાએ 50 ઓવરમાં 349 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 337 રન જ બનાવી શકી હતી અને આ રીતે 12 રને હારી ગઈ હતી. ન્યૂઝીલેન્ડ વતી સૌથી વધારે રન માઈકલ બ્રેસવેલે કર્યાં હતા. બ્રેસવેલ સદી ફટકારી હતી. 

સિરાજે ઝડપી ચાર વિકેટ 
મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપી હતી. શરૂઆતની ઓવરોમાં તેણે ટીમને પહેલી સફળતા અપાવી હતી. સિરાજે પહેલા ડેવોન કોન્વેની વિકેટ લીધા બાદ મીડલ ઓવર્સમાં કેપ્ટન ટોમ લાથમને આઉટ કર્યો. આ પછી રોહિતે 46મી ઓવરમાં સિરાજને બોલ સોંપ્યો હતો અને તેણે એક જ ઓવરમાં બે વિકેટ (મિચેલ સેન્ટનર અને શિલ્પી) લઈને ભારતીય ટીમને મેચમાં પાછી લાવી હતી.

કુલદીપ યાદવે ઝડપી બે વિકેટ 
ઓપનરો આઉટ થયા બાદ કુલદીપ યાદવે મેચમાં ભારતને વધુ બે વિકેટ અપાવી હતી, જેના કારણે કિવી ટીમ દબાણમાં આવી ગઈ હતી. કુલદીપે હેનરી નિકોલ્સ અને ડેરિલ મિચેલને આઉટ કરીને ન્યુઝીલેન્ડને થોડા રનથી મોટો આંચકો આપ્યો હતો.

શુભમન ગીલ આજની મેચની જીતનો હીરો
23 વર્ષીય શુભમન ગીલ આજની મેચની જીતનો હીરો બન્યો છે. ગીલે મહાવિસ્ફોટક ઈનિંગ ખેલીને દુનિયાના ખેલાડીઓને અચંબિત કરી મૂક્યા હતા. ધુઆંધાર ઈનિંગ રમતી વખતે શુભમને એકસાથે ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યાં હતા. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં  ગિલે પોતાની વન-ડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારીને તરખાટ મચાવ્યો હતો. 
બેવડી સદી ફટકારવાની સાથે ગિલ ભારત તરફથી વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આમ કરીને ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિલે 19મી મેચમાં આ કારનામું કર્યું હતું. 

કયા કયા રેકોર્ડ કર્યાં શુભમન ગીલે 
(1) વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન 
(2) વનડેમાં 200 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી 
(3) ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી 
(4) વિરાટ કોહલીનો સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો 

વનડેમાં 200 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી 
2023માં ન્યૂઝીલેન્ડ સામે 23 વર્ષીય શુભમન ગીલની બેવડી સદી
2022માં બાંગ્લાદેશ સામે 24 વર્ષીય  ઈશાન કિશનની બેવડી સદી 
2013માં 26 વર્ષીય રોહિત શર્માએ ફટકારી હતી બેવડી સદી 

ગીલે ફટકારી બેવડી સદી
સાચે જ શુભમન ગીલ ભારત માટે શુભમેન સાબિત થયો છે. માત્ર 23 વર્ષની ઉંમરમાં બેવડી સદી ફટકારવી જેવી તેવી વાત નથી. ન્યૂઝીલેન્ડ સામે આકરી ઈનિંગ રમતા શુભમન ગીલે 145 બોલમાં 208 કરીને કીવી બોલર્સના છક્કા છોડાવી નાખ્યાં હતા. તેમની આક્રમક રમત જોઈને દુનિયાના ખેલાડીઓ અવાક બન્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ