બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Modi Surname Case: Supreme Court Stays Rahul Gandhi Punishment, BJP-Congress Leaders Give Statements Including Purnesh Modi

મહામંથન / રાહુલ ગાંધીની સજા પર સ્ટેથી કોંગ્રેસને કેમ લાગ્યું કે લોકશાહીની જીત છે? MLA હાર્દિક પટેલનો કેસ કેવી રીતે કામમાં આવ્યો?

Vishal Khamar

Last Updated: 09:51 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી અટક પર રાહુલ ગાંધીનાં નિવેદનને લઈને સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવા અરજી કરતા કોર્ટે બહાલ રાખી હતી. જે બાદ સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચતા કોર્ટે રાહુલ ગાંધીની સજા પર હાલ સ્ટે આપ્યો છે.

રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદા પછી રાજકીય નિવેદનબાજી તો યથાવત છે. સ્વભાવિકપણે કોર્ટના ચુકાદા ઉપર રાજકીય પક્ષોએ બોલવાનું ટાળ્યું છે. સુપ્રીમકોર્ટે પણ કાયદાની મર્યાદામાં રહીને સ્પષ્ટ કર્યુ કે જ્યાં સુધી કેસની ટ્રાયલ ચાલશે ત્યાં સુધી રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવે. હવે આ ચુકાદાની અન્ય કાયદાકીય અસર સ્વભાવિકપણે પડશે ત્યારે બંને પક્ષની દલીલ અને સુપ્રીમકોર્ટના અવલોકન ખરેખર સમજવા જેવા છે.

  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમકોર્ટ તરફથી રાહત મળી
  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી સજા પર રોક લાગી
  • સુપ્રીમકોર્ટે 2 વર્ષની સજા પર રોક લગાવી
  • સુરત સેશન્સ કોર્ટે સંભળાવેલી સજા ગુજરાત હાઈકોર્ટે બહાલ રાખી હતી

તમામ અવલોકનો બાદ સુપ્રીમકોર્ટે એવી માર્મિક ટકોર પણ કરી કે આપ જાહેરજીવનમાં છો તો હવે પછી ભાષણ આપતી વખતે ધ્યાન રાખજો. આ કેસમાં હાર્દિક પટેલના કેસ અંગે પણ રસપ્રદ દલીલ થઈ જે સરવાળે રાહુલ ગાંધીની તરફેણમાં કામ આવી. હવે રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ ક્યારે પાછુ આવશે અને તે માટેની કાયદાકીય પ્રક્રિયા શું છે.. કોંગ્રેસ આ કેસને લોકશાહીની જીત ગણાવે છે પરંતુ હજુ ટ્રાયલ પૂરી નથી થઈ. હવે કાયદાની દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ આ કેસ કેવો વળાંક લેશે, શું છે તેની પશ્ચાદવર્તી અસર?

  • મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો
  • સુપ્રીમકોર્ટે વિવિધ દલીલ અને તારણો બાદ ચુકાદો આપ્યો
  • રાહુલ ગાંધીની સજા પર હાલ સ્ટે આવી ગયો છે

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમકોર્ટ તરફથી રાહત મળી છે.  માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી સજા પર રોક લાગી છે.  સુપ્રીમકોર્ટે 2 વર્ષની સજા પર રોક લગાવી છે.  સુરત સેશન્સ કોર્ટે સંભળાવેલી સજા ગુજરાત હાઈકોર્ટે બહાલ રાખી હતી. મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટે વિવિધ દલીલ અને તારણો બાદ ચુકાદો આપ્યો. રાહુલ ગાંધીની સજા પર હાલ સ્ટે આવી ગયો છે.

  • કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા?
  • સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી
  • 1 વર્ષ 11 મહિનાની સજા પણ આપી શકાઈ હોત

  સુપ્રીમકોર્ટે શું કહ્યું?
કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા? ત્યારે હવે સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. 1 વર્ષ 11 મહિનાની સજા પણ આપી શકાઈ હોત.  2 વર્ષથી ઓછી સજા થાય તો મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે.  મતવિસ્તાર જનપ્રતિનિધિત્વ વગર રહે તે વિચારવાલાયક મુદ્દો છે.  આ જે તે બેઠકના મતદારોના અધિકાર સાથે પણ જોડાયેલો મુદ્દો છે.  સુપ્રીમકોર્ટની ટકોર, ભાષણ આપતી વખતે સાવધાની રાખજો.

  • રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકના કોલારમાં ભાષણ આપ્યું હતું
  • ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે?
  • પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો
  • પૂર્ણેશ મોદીની દલીલ હતી કે રાહુલ ગાંધીએ મોદી સમાજનું અપમાન કર્યું છે

રાહુલ ગાંધી સામેનો કેસ શું હતો?
રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકના કોલારમાં ભાષણ આપ્યું હતું. ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે? પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. પૂર્ણેશ મોદીની દલીલ હતી કે રાહુલ ગાંધીએ મોદી સમાજનું અપમાન કર્યું છે. સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચના રોજ ચુકાદો આપ્યો હતો. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે.  સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ કાયદામુજબ રદ થયું. સુરત સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીની સજા યથાવત રાખી છે.  સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટમાં 21 જુલાઈ અને 2 ઓગસ્ટના રોજ સુનાવણી થઈ હતી. સુપ્રીમકોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી ટ્રાયલ ચાલે ત્યાં સુધી સજા પર સ્ટે આપ્યો છે. 

  • રાહુલ ગાંધી માટે સંસદના દરવાજા ફરી ખુલી ગયા છે
  • હવે રાહુલ ગાંધી ફરી સંસદના સભ્ય છે
  • રાહુલ ગાંધી પાસે ખાલી કરાવાયેલું ઘર પરત મળી જશે
  • 2024ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી લડી શકશે 

આ ચુકાદાની અસર શું?
રાહુલ ગાંધી માટે સંસદના દરવાજા ફરી ખુલી ગયા છે.  હવે રાહુલ ગાંધી ફરી સંસદના સભ્ય છે.  રાહુલ ગાંધી પાસે ખાલી કરાવાયેલું ઘર પરત મળી જશે. 2024ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી લડી શકશે. અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી સંસદમાં હાજર રહી શકશે. I.N.D.I.A.ના ચહેરા તરીકે પણ રાહુલ ગાંધી પ્રમોટ થઈ શકે છે. 

  • રાહુલ ગાંધીએ ફરી સભ્યપદ મેળવવા કોઈને અપ્રોચ નહીં કરવો પડે
  • સુપ્રીમકોર્ટનો આદેશ લોકસભા સચિવાલય પાસે જશે
  • સુપ્રીમકોર્ટનો આદેશ પહોંચ્યા બાદ સચિવાલય તરફથી જાહેરનામું બહાર પડશે

હવે શું પ્રક્રિયા થશે?
રાહુલ ગાંધીએ ફરી સભ્યપદ મેળવવા કોઈને અપ્રોચ નહીં કરવો પડે.  સુપ્રીમકોર્ટનો આદેશ લોકસભા સચિવાલય પાસે જશે. સુપ્રીમકોર્ટનો આદેશ પહોંચ્યા બાદ સચિવાલય તરફથી જાહેરનામું બહાર પડશે. નોટિફિકેશનમાં સાંસદ તરીકેની અયોગ્યતા સમાપ્ત કરવાનો આદેશ જારી કરાશે. આ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી.  

કોર્ટમાં શું દલીલ થઈ?

રાહુલ ગાંધીના વકીલ

  • કેસ દાખલ કરનારની મૂળ અટક મોદી નથી
  • રાહુલ ગાંધી ઉપર લાગેલા આરોપ જામીનપાત્ર છે
  • મોદી સમુદાય 13 કરોડ લોકોનો છે જેમા એકરૂપતા નથી
  • જે લોકો કેસ કરી રહ્યા છે તે ભાજપ સાથે જોડાયેલા છે
  • સાંસદનો મતવિસ્તાર પ્રતિનિધિત્વ વગરનો છે
  • હાર્દિક પટેલના કેસમાં સજા પર સ્ટે પ્રતિનિધિત્વના મુદ્દે જ અપાયો છે
  • ભાષણમાં ગાંધીજીનું નામ લેવા બદલ એકપણ વ્યક્તિએ કેસ નથી કર્યો

પૂર્ણેશ મોદીના વકીલ 

  • રાહુલ ગાંધીએ કહ્યું બધા ચોરોના નામ પાછળ મોદી કેમ આવે છે?
  • રાહુલે કહ્યું હતું લલિત મોદી, નિરવ મોદી, થોડા વધુ શોધશો તો મળશે
  • અટક પ્રધાનમંત્રી સાથે બંધ બેસે છે એટલે નિવેદન કર્યુ
  • રાહુલ ગાંધીનો ઈરાદો મોદી અટક ધરાવતા તમામને બદનામ કરવાનો હતો
  • રાહુલ ગાંધીએ ઈરાદાપૂર્વક દુષ્ટતા આચરી છે તેવું સાબિત થાય છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ