બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Modi government adopts a tough stance, America will be ruined, a new move to stop buying Russian oil

દાવપેચ / મોદી સરકારે કડક વલણ અપનાવ્યું તો અમેરિકા બગડ્યું, રશિયન તેલ ખરીદવાથી રોકવા નવો દાવ

ParthB

Last Updated: 12:13 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં US કોન્સ્યુલેટ જનરલે મુંબઈ પોર્ટ ઓથોરિટીને પત્ર લખ્યો કહ્યું કે અમેરિકી પ્રતિબંધોને કારણે રશિયાના માલવાહક જહાજોને મુંબઈ કિનારે આવવા દેવા જોઈએ નહીં.

  • મુંબઈમાં US કોન્સ્યુલેટ જનરલે મુંબઈ પોર્ટ ઓથોરિટીને પત્ર લખ્યો
  • USએ મૂકેલા પ્રતિબંધોને લઈ રશિયાના જહાજોને મુંબઈ કિનારે આવવા દેશો નહીં
  • ડીજીએસએ આ અંગેનો નિર્ણય વિદેશ મંત્રાલય પર છોડ્યો 

યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો વચ્ચે મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે મુંબઈ પોર્ટ ઓથોરિટીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકી પ્રતિબંધોને કારણે રશિયાના માલવાહક જહાજોને મુંબઈ કિનારે આવવા દેવા જોઈએ નહીં. આ પત્ર લગભગ 15 દિવસ પહેલા લખવામાં આવ્યો હતો અને તેને અમેરિકા દ્વારા ભારતને રશિયન ક્રૂડ ખરીદવાથી રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

USA એ રશિયાના વિરૂદ્ધ ઘણા સખત આર્થિક પ્રતિબંધો લગાવ્યા 

એક મીડિયા રિપોર્ટ અનુસાર, યુક્રેન યુદ્ધના કારણે અમેરિકાએ અને તેના સહયોગી દેશોએ રશિયાના વિરૂદ્ધ ઘણા સખત આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે, આ બધાની વચ્ચે ભારતનું રશિયા સાથે કારોબાર કરી રહ્યું છે. ભારતે કાચુ તેલ અને અન્ય સામાનો ભરેલા રશિયાના જહાજો જે મુંબઈના બંદરગાહો પર પ્રવેશની અનુમતિ આપી છે.  યુએસ કોન્સ્યુલેટ તરફથી પત્ર મળ્યા પછી, મુંબઈ પોર્ટ ઓથોરિટી, પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ (DGS) ને એક પત્ર લખ્યો, તેમની પાસેથી આગળની કાર્યવાહી અંગે નિર્દેશ માંગ્યો.

ડીજીએસએ આ અંગેનો નિર્ણય વિદેશ મંત્રાલય પર છોડ્યો 

મુંબઈ પોર્ટ ઓથોરિટીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "જ્યાં સુધી અમને ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ અથવા કોસ્ટ ગાર્ડ જેવી એજન્સીઓ તરફથી સૂચનાઓ ન મળે ત્યાં સુધી અમે કોઈપણ જહાજ અથવા કાર્ગો જહાજને અનુમતીથી ઇનકાર કરતા નથી." રેગ્યુલેટરી ઓથોરિટી, ડીજીએસએ આ અંગે નિર્ણય લેવાનો રહેશે જો કે, આ દરમિયાન ડીજીએસએ આ અંગેનો નિર્ણય વિદેશ મંત્રાલય પર છોડી દીધો છે.

કોઈપણ દેશના જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશતા કે રોકવા માટે કોઈ સૂચના નથી

શિપિંગના મહાનિર્દેશક અમિતાભ કુમારે કહ્યું કે, અમે યુએસ કોન્સ્યુલેટ જનરલનો પત્ર વિદેશ મંત્રાલયને મોકલ્યો છે અને તેના પર સૂચનાઓ માંગી છે. કુમારે કહ્યું કે અત્યાર સુધી કોઈપણ દેશના જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશતા કે રોકવા માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, જો જહાજો સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન કરતા નથી, તો તેઓ તેમનો પ્રવાસ અવિરત ચાલુ રહેશે.

ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી અમેરિકા ખુશ નથી
 
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત ચીન પછી રશિયન ક્રૂડ ઓઈલનો બીજો સૌથી મોટો ખરીદનાર બની ગયો છે.ભારત દ્વારા જંગી માત્રામાં રશિયન તેલ ખરીદવાના પગલાથી અમેરિકા ખુશ નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન પણ આ અંગે અનેકવાર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત 5 એપ્રિલે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જય સાકીએ કહ્યું હતું કે, "અમને નથી લાગતું કે રશિયા દ્વારા તેલ અને અન્ય ચીજવસ્તુઓની આયાત વધારવી એ ભારતના હિતમાં છે."

UNમાં રશિયાની નિંદા કરતા ઠરાવ પર વોટિંગ કરવાથી ભારતે પોતાને દૂર રાખ્યા 

આના થોડા દિવસ પહેલા અમેરિકામાં ઇન્ટરનેશનલ ઇકોનોમીના સલાહકાર દલીપ સિંહે પણ ભારતને રશિયન ઓઇલની આયાત અંગે ચેતવણી આપી હતી.જોકે ભારતે યુક્રેનમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામની હાકલ કરી હતી, તો બીજી તરફ રશિયા સાથે ભારતનો વેપાર પણ ચાલુ રહ્યો હતો.યુક્રેન પર હુમલાને લઈને યુનાઈટેડ નેશન્સ ફોરમમાં રશિયાની નિંદા કરતા ઠરાવ પર વોટિંગ કરવાથી ભારતે પોતાને દૂર રાખ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ