બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / modi-and-amit-shah-led-bjp-created-a-master-plan-for-loksabha-elections-to-connect-with-near-about-700-million-voters-on-whatsapp

NULL / બીજેપીનો ચૂંટણીલક્ષી માસ્ટર પ્લાન WhatsApp દ્વારા 70 કરોડ લોકો રહેશે સક્રિય

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકસભા ચૂંટણી પહેલા પોતાનાં વિકાસ રથને ઝડપ આપવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માસ્ટર પ્લાન તૈયાર કરી ચૂકેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનાં નેતૃત્વમાં બીજેપીએ અંદાજે 70 કરોડ લોકોને ખુદ સાથે જોડવાની યોજના બનાવી છે. જે અંતર્ગત દરેક બૂથ માટે ત્રણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે.

એક ન્યૂઝ ચેનલનાં રિપોર્ટ અનુસાર પાર્ટીએ દેશભરમાં ફેલાયેલ 9 27 533 પોલિંગ બૂથોમાં પ્રત્યેક પર ત્રણ વોટ્સએપ ગ્રુપ બનાવવાનો વિચાર કર્યો છે. દરેક ગ્રુપ પર વધુમાં વધુ 256 સભ્યો હશે. એટલે કે પૂરા ભારતમાં પાર્ટીનાં તમામ બૂથો પર ચાલનાર ગ્રુપ પર કુલ 70 કરોડ લોકો સક્રિય રહી શકે છે. વોટ્સએપ ગ્રુપ પર પાર્ટીનાં અભિયાન સાથે જોડાયેલ સામગ્રી પોસ્ટ શેર થશે જેમાં વીડિયો ઓડિયો ટેક્સ્ટ ગ્રાફિક્સ કાર્ટુન્સ અને મીમ હશે.

પીએમ મોદી આ યોજનાનાં સિલસિલામાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓને મળ્યાં હતાં. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં થયેલ તે મુલાકાત દરમ્યાન નેતાઓએ તેઓને તે પ્લાનને વિશે વિસ્તારથી જણાવ્યું હતું.

બીજી બાજુ બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ પૂર્વમાં 'બુથ એક્શન પ્લાન' તૈયાર કરી ચૂકેલ છે. તે અંતર્ગત તમામ રાજ્યમાં બીજેપી એકમોથી દરેક પોલિંગ બુથ ક્ષેત્રમાં સ્માર્ટફોન રાખનાર લોકોની યાદી મેળવવાનું કહેવામાં આવ્યું હતું.

આશ્ચર્યજનક વાત તો એ છે કે વર્ષ 2014ની સામાન્ય ચૂંટણી દરમ્યાન દેશમાં લગભગ 21 ટકા લોકોની પાસે સ્માર્ટફોન હતાં જ્યારે 2019ની લોકસભા ચૂંટણી આવતા આવતા આ આંકડો 39 ટકાની આસપાસ પહોંચી ગયો.

ત્યારે સોશિયલ મીડિયા એપ્સમાં વોટ્સએપ વર્તમાન સમયમાં સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે. આંકડા અનુસાર 90 ટકાથી અધિક સ્માર્ટફોન યૂઝર્સ આનાં પર સક્રિય પણ છે. એવામાં બીજેપી વર્ચ્યુઅલ વર્લ્ડને આધારે મતદાતાઓને સાધવાનાં ભરચક પ્રયાસ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ