બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / MLA mentions Gujarat Youth's suicide in Junagadh: But black color car can open shocking secret, MLA tells conspiracy

કાર્યવાહી / MLA ગુજરાતનો ઉલ્લેખ કરી જૂનાગઢમાં યુવકનો આપઘાત: પણ કાળા કલરની કાર ખોલી શકે છે ચોંકાવનારું રહસ્ય, ધારાસભ્યએ જણાવ્યું કાવતરું

Vishal Khamar

Last Updated: 11:01 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં ચોરવાડના ઝુઝારપુરમાં યુવાનનો આપઘાત મામલે પોલીસ દ્વારા મૃતકનાં ભાઈનાં આક્ષેપ પ્રમાણે ફરિયાદ નોંધી હતી. ત્યારે યુવકે સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોનાં નામ લખી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

  • જૂનાગઢનાં યુવક નીતિન પરમારની હત્યા કે આત્મહત્યા? 
  • સ્યુસાઈડ નોટમાં કોંગ્રેસનાં ધારાસભ્ય સહિત અન્ય ત્રણ વ્યક્તિનાં નામનો ઉલ્લેખ
  • મને બદનામ કરવાનું કાવતરું છે: વિમલ ચુડાસમા

 જૂનાગઢ જિલ્લામાં એક યુવકે સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.  મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે.  નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નીતિન પરમારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પ્રાચી ગામના મનુભાઇ કવા અને ભનુભાઇ કવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. 

હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા
સ્યુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’ આ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  બીજી તરફ આપઘાતને લઈ ચોરવાડ હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાળા કલરની કારમાં નીતિન પરમારને લાવતા કેટલાક શખ્સો નજરે પડે છે.. તો આ અંગે  ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે  મૃતક નીતિન તેમના માસીનો દીકરો થાય છે. મને બદનામ કરવાનું કાવતરૂ છે..હું બે વર્ષથી નીતિનના સંપર્કમાં નથી,કોઇ વ્યવહાર ન હતો.

દિનેશ કોડીયાતર ( DYSP,માંગરોળ)

પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી તપાસ હાથ ધરીઃ દિનેશ કોડીયાતર ( DYSP,માંગરોળ)
આ બાબતે માંગરોળ ડી.વાય.એસ.પી. દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે,  આજ રોજ ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે નીતિન પરમારને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.  જે બાદ સરકારી હોસ્પિટલ દ્વારા તાત્કાલીક અસરથી ચોરવાડ પોલીસને જાણ કરવામાં આવી હતી.  જે બાદ ચોરવાડ પોલીસ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.  જે બાદ નીતિનભાઈનાં ભાઈ હિતેષભાઈ પાસેથી સ્યુસાઈડ નોટ કબ્જે કરી હતી. તાત્કાલીક અસરથી ચોરવાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ