બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / MLA Ketan Inamdar held a conference on alleged corruption in Baroda Dairy

વડોદરા / ડેરી કોઈના બાપની નથી, ધારાસભ્યો પણ મારી સાથે જ...: આર કે પારના મૂડમાં કેતન ઈનામદાર, જાણો શું છે સમગ્ર વિવાદ

Malay

Last Updated: 01:27 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય કેતન ઈનામદારે વહીવટદારો સામે બાંયો ચઢાવી છે. તેમણે આજે ત્રિમંદિર ખાતે સંમેલન યોજી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

 

  • બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે સંમેલન
  • કેતન ઈનામદારે ધરણા પર બેસવાની ઉચ્ચારી ચિમકી 
  • કેતન ઈનામદારે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું
  • સોમવારે બપોરે 12 વાગ્યાથી ધરણા કરીશ: ઈનામદાર

વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંમેલન યોજ્યું છે.  જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ પણ ભાગ લીધો છે. વરણામા ખાતે આવેલા ત્રિમંદિર ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા.

મારા અવાજને કોઈ દબાવી નહીં શકે: કેતન ઈનામદાર
મીડિયાને સંબોધતા ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું હતું કે, 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, ડેરીનું નિર્માણ જે હેતુથી થયું હતું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ. મારા સાથી ધારાસભ્યો મારી સાથે છે.'

 

ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારી
આ સાથે જ કેતન ઈનામદારે ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, 'મેં સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહી આપે તો હું સોમવારથી ધરણાં પર ઉતરીશ. હું સોમવારે બપોરે 12 વાગ્યાથી ધરણા કરીશ.'

વિવાદ શું છે ? 
- સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ગયા વર્ષે ચૂંટણી પહેલા દૂધના ભાવ વધારા મામલે આંદોલન કર્યું હતું.
- વિધાનસભાની ચૂંટણી પહેલા ડેરીના ડીરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ ડેરીની મંડળીઓના માધ્યમથી બેઠકોનો દોર શરુ કર્યો હતો.
- ભાજપમાંથી ટિકિટ માટે તૈયારીઓ શરુ કરતા કેતન ઈનામદારને હરીફ ઊભો થતો હોય તેવું લાગ્યું.
- તે વખતે સી.આર પાટીલની મધ્યસ્થીથી ભાવ ફેરની રકમ ચૂકવી હતી.
- ત્યારબાદ ભાજપમાંથી ટિકિટ મળવાની સંભાવના ઓછી હોવાથી કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા અને ટિકિટ મેળવી ચૂંટણી લડ્યા.
- કુલદીપસિંહ ચૂંટણી હાર્યા પણ કેતન ઈનામદારે ફરી ડેરીનો મુદ્દો લઈ કુલદીપ અને તેમના સમર્થકોને પછડાટ આપવા આંદોલન શરુ કર્યું.

કેતન ઈનામદાર (ધારાસભ્ય, સાવલી)

કેતન ઈનામદારે શું આક્ષેપ કર્યા હતા? 
- બરોડા ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે
- ડેરીના દૂધમાં પાણીની પણ ભેળસેળ થાય છે
- બરોડા ડેરીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર
- 24 લાખનું ટેન્ડર 29 લાખ રૂપિયામાં આપ્યું
- 29 લાખના ટેન્ડરને બે વખત રીન્યુ પણ કરાયું
- ઓછા રૂપિયાનું ટેન્ડર આવે તો તેમાં ફેરફાર પણ કરાવાય છે
- ચીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ
- બરોડા ડેરીના ડિરેક્ટર પોતાના સગાઓને નોકરી પર રાખે છે
- મોટા મોટા પદ પર ડિરેક્ટરોના સગાઓને નોકરી અપાઈ
- જી.બી.સોલંકી સહિતના સગાઓને ખોટી રીતે નોકરી અપાઈ
- ડેરીમાં રમેશ બારીયાના સગાઓને પણ ખોટી રીતે નોકરી અપાઈ
- ડેરીના કોલ્ડ સ્ટોરેજના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
- ચીઝ પ્લાન્ટમાં ચીઝ કેટલ પ્લાન્ટની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર
- બોડેલી કિલિંગ સેન્ટરમાં વધારાનું લાઈટ બિલ ચૂકવવાનો આરોપ.
- 2022માં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજરની જરૂર ના હોવા છતાં ભરતી કરવાનો આરોપ.

સામા પક્ષે શું પ્રત્યાક્ષેપો કર્યા? 
- ભષ્ટ્રાચાર થયો નથી નિયમ પ્રમાણે કામ કરવા આવ્યું છે.
- 2012માં દૂધની આવક  3.75 લાખ લીટર હતી, ત્યારે 2400 કર્મચારી હતા.
- આજે દૂધની દૈનિક આવક 7 લાખ લીટર છે અને કર્મચારીઓને ઘટાડીને 1300 કરવામાં આવ્યા છે.
- 50 ટકા સ્ટાફ ઘટાડીને દૂધની આવક ડબલ કરવામાં આવી છે.
- કોઈ સગાઓને નોકરી નથી આપી, નિયમ મુજબ કાર્યવાહી કરીને લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોને નોકરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ