બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / MLA Kanti Amritiya's name comes up in Rajkot's well-known builder Jeram Kundaria's suicide attempt

રાજકારણ ગરમાયું / બિલ્ડરની સુસાઈડ નોટમાં BJP ધારાસભ્યનું નામ: '2 કરોડના 24 કરોડ પડાવ્યાં...', VTVના સવાલ પર કાંતિ અમૃતિયાએ જુઓ શું કહ્યું

Malay

Last Updated: 12:32 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જાણીતા બિલ્ડર જેરામ કુંડારિયાના આપઘાતના પ્રયાસમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ ઉંછળ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જાગી છે.

 

  • બિલ્ડર જેરામ કુંડારિયાએ આપઘાતનો પ્રયાસ
  • કથિત સુસાઈડ નોટમાં કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ
  • મારે કોઈ જ લેવાદેવા નથીઃ MLA કાંતિ અમૃતિયા
  • સુસાઈડ નોટ  મામલે કોઈ વિગત નથી-DCP


રાજકોટના મોટા બિલ્ડર જેરામ કુંડારિયાએ સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. બિલ્ડરની કથિત સુસાઈડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવતા ભારે હડકંપ મચી ગયો છે. આ સુસાઈડ નોટ કાંતિ અમૃતિયા ઉપરાંત ટી.ડી પટેલ અને રાકેશ થનવાણી સહિત 9 લોકોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   

પોલીસ તપાસમાં તથ્ય બહાર આવશેઃ કાંતિ અમૃતિયા 
સુસાઈડ નોટમાં રાકેશ નથવાણી પર 80 લાખના બદલામાં 2 કરોડ વસૂલ્યાનો આક્ષેપ કરાયો છે. તો ટી.ડી.પટેલ પર 2 કરોડના 24 કરોડ વસૂલ્યાનો આક્ષેપ છે. આ મામલે vtvgujarati.com દ્વારા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'મારે કોઈ જ લેવાદેવા નથી. જે કઈ તપાસ થશે તેમાં તથ્ય બહાર આવશે. જો પોલીસ તપાસ થશે અને મારા સુધી આવશે તો હું પૂરો સાથ સહકાર આપીશ, પરંતુ થયેલા આક્ષેપોમાં મારે કોઈ જ લેવાદેવા નથી, જે કાંઈ હશે એ સત્ય તપાસમાં જ બહાર આવશે.'

સુસાઈડ નોટ

અમને નથી મળી સુસાઈડ નોટઃ યુનિવર્સિટી પોલીસ
આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે, આવી કોઈ સુસાઈડ નોટ અમને મળી નથી. જેરામ કુંડારિયાએ જે સમયે 2 નામ આપ્યા તેમાં FIR કરી છે. રાકેશ નથવાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેરામ કુંડારિયાની તબિયત સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જેરામ કુંડારિયાનો પરિવાર પણ વાયરલ સુસાઈડ નોટ અંગે અજાણ છે.

સુસાઈડ નોટ

વાયરલ સુસાઇડ નોટ મામલે પોલીસ તપાસ કરે છેઃ DCP
બિલ્ડરના આપઘાત પ્રયાસ મામલે ઝોન 2ના DCP સુધીર કુમાર દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાકેશ નથવાણી અને ઠાકરશીભાઈ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. સુસાઈડ નોટ  મામલે કોઈ વિગત મળી નથી. ફરિયાદના આધારે પોલીસ અને મામલતદારે તપાસ શરૂ કરી છે. વાયરલ સુસાઇડ નોટ મામલે હાલ તપાસ ચાલી રહી છે. એકની ધરપકડ થઈ છે બીજાની ધરપકડ બાકી છે

સુસાઈડ નોટ

શું છે સમગ્ર મામલો?
રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્ક-3માં રહેતા અને કૃતિ ઓનેલાના ભાગીદાર બિલ્ડર જેરામ કુંડારિયાએ તાજેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેમણે રાકેશ નથવાણી અને ટી.ડી.પટેલ સહિતના બે વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલુ ભર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી રાકેશ નથવાણીની ધરપકડ પણ કરી હતી. યુનિવર્સિટી પોલીસે મોરબીના ઓમ શાંતિ સ્કૂલવાળા ટી.ડી પટેલ અને રાજકોટના રાકેશ નથવાણી સામે મની લેન્ડિંગ સહિત કલમોનો ગુનો નોંધ્યો હતો. 

બિલ્ડર  જેરામ કુંડારિયા

આક્ષેપ મુજબ, રાકેશ નથવાણીએ રૂપિયા 80 લાખના બદલામાં રૂપિયા 2 કરોડ વસુલ્યા હતા. જ્યારે મોરબીના ટી.ડી પટેલે રૂપિયા 2 કરોડના 24 કરોડ વસુલ્યા હતા. વ્યાજખોરના અતિશય ત્રાસથી PGVCLના નિવૃત ઈજનેર અને બિલ્ડર જયરામ કુંડારીયાએ ઘઉંની દવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે આ કેસમાં માત્ર એક રાકેશ નથવાણીની ધરપકડ કરી છે. મોરબીના ઓમ શાંતિ સ્કૂલના ટી.ડી પટેલ હજુ પોલીસ ધરપકડથી દૂર છે. યુનિવર્સિટી પોલીસ ટી.ડી પટેલ સુધી કેમ પહોંચી નથી એ સવાલ સર્જાયા છે.

હવે બિલ્ડર અગ્રણીના આપધાત પ્રયાસમાં ભાજપના ધારાસભ્યનું નામ ઉંછળ્યું છે. બિલ્ડરની કથિત સુસાઈડ નોટમાં મોરબીના MLA કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ કરાયો છે.  ભાજપના MLA કાંતિ અમૃત્તિયાનું કથિત સુસાઈડ નોટમાં નામ આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. 

સળગતા સવાલ 

  • બિલ્ડરના આપઘાત પાછળનું કારણ શું?
  • વાયરલ થયેલી સુસાઈડ નોટ બિલ્ડરની છે?
  • શું પોલીસ સુસાઈડ નોટ છુપાવવાનો પ્રયાસ કરે છે?
  • કાંતિ અમૃતિયા પર લાગેલા આક્ષેપમાં તથ્ય કેટલું?
  • શું કાંતિ અમૃતિયાએ બિલ્ડરને ત્રાસ આપ્યો?
  • જેરામ કુંડારિયાને ન્યાય મળશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ