બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / mistakes to avoid while drinking water in copper vessel benefits in gujarati

હેલ્થ / રોજ સવારે તાંબાના વાસણનું પાણી પીવાનો નિયમ બનાવ્યો હોય તો આ વાત જાણી લેજો, નહીંતર થશે નુકસાન

Manisha Jogi

Last Updated: 09:29 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાંબાના વાસણમાં ભોજન રાખવામાં આવ્યું હોય કે, પાણી તે ખૂબ જ ગુણકારી છે. તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી સાથે કેટલીક ભૂલ કરવામાં આવે તો શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.

  • તાંબાના વાસણમાં રાખેલ પાણી ખૂબ જ ગુણકારી
  • આ પાણીનું સેવન કરવા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
  • નહીંતર ફાયદાની સાથે થઈ શકે છે ગંભીર નુકસાન

ભારતમાં સદીઓથી તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામાં આવ્યું હોય કે, પાણી તે ખૂબ જ ગુણકારી છે. આજના સમયમાં તાબાંના જગ અને લોટાની જગ્યાએ કાચ તથા સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક ઘરોમાં આજે પણ તાંબાના વાસણમાં પાણી રાખવામાં આવે છે. ડૉકટર પણ તાંબાના વાસણમાં રાખેલ પાણીને ફાયદાકારક ગણાવે છે. આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને પાચનક્રિયા મજબૂત થાય છે. તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી સાથે કેટલીક ભૂલ કરવામાં આવે તો શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. 

તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી સાથે ના કરશો આ ભૂલ 

  • આખો દિવસ તાંબાની બોટલમાં રાખેલ પાણીનું સેવન કરો છો, તો શરીરમાં કોપરની માત્રા વધી શકે છે. જેના કારણે પેટનો દુખાવો તથા કિડની ફેઈલ થવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. 
  • તાંબાના વાસણમાં રાખેલ પાણી ફાયદાકારક છે, પરંતુ તે પાણીમાં લીંબુ અને મધ મિશ્ર કરીને ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો તે ઝેરનું કામ કરે છે.
  • લીંબુમાં રહેલ તત્ત્વ કોપર સાથે મિશ્ર થઈને રિએક્ટ કરે છે, આ પાણી પીવાથી પેટનો દુખાવો, ગેસ અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. 
  • તાંબાના વાસણમાં રાખેલ પાણી ચાર્જ થઈ જાય છે, જેના કારણે તે પાણીની તાસીર ગરમ રહે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થાય છે. 
  • તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ મુકીને તેનું સેવન કરવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ રહે છે. 
  • કિડની અથવા હાર્ટના દર્દીઓએ તાંબાના વાસણમાં રાખેલ પાણીનું સેવન કરતા પહેલા ડૉકટરની સલાહ લેવી જોઈએ.

જો તમે તાંબાના વાસણમાં રાખેલ પાણીનું સેવન કરો છો, તો આ વાસણ દરરોજ ના ધોવું જોઈએ. 15 દિવસે એકવાર મીઠુ અને લીંબુ અથવા રેતીથી સાફ કરવું જોઈએ. તમે દરરોજ આ વાસણ સાફ કરવા માંગો છો, તો માત્ર પાણીથી સાફ કરી શકાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ