બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Miracle cure for cold cough Eucalyptus leaves with anti diabetic properties

આરોગ્ય / શરદી-ઉધરસનો ચમત્કારી ઈલાજ, એન્ટિ-ડાયાબિટીક ગુણવાળા આ સફેદ વૃક્ષના પાન ખાઓ, સાઇનસમાંથી પણ મળશે રાહત

Mahadev Dave

Last Updated: 11:05 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીલગિરીના તેલના ઘણા ફાયદાઓ છે. નીલગિરીનું વૃક્ષ સફેદ રંગનું હોવાથી તેને સફેદા પણ કહેવામાં આવે છે. તેના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે  ઘણા ગુણકારી હોય છે. તેમાં ખાસ એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે.

  • નિલગીરીના પાન અને તેના ચમત્કારી ફાયદાઓ
  • એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે નિલગીરીના પાનમાં
  • શરદી-ઉધરસ અને અસ્થમા જેવી સમસ્યાઓથી મળશે રાહત 

આયુર્વેદમાં એવા ઘણા છોડ અને વૃક્ષનો ઉલ્લેખ છે જેમાં ઔષધીય ગુણ હોય છે. તેમના ઉપયોગથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત થાય છે. આવું જ ગુણોથી ભરપૂર વૃક્ષ એટલે નિલગિરી. તેના પાનમાંથી કાઢવામાં આવતું તેલ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક હોય છે.શિયાળામાં આ તેલનો ઉપયોગ ઘણો અસરકારક હોય છે. કારણકે તેનાથી કોલ્ડ ફ્લૂ, ગળામાં સોજો, અને સાઇનસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

વાળ કાળા કરવા હોય કે કિડનીના દર્દમાં રાહત મેળવવી હોય, કમાલ કરે છે આ તેલનો  ઉપયોગ | eucalyptus oil is of great use benefits from stress to diabetes

નિલગિરીના તેલનો ઉપયોગ અને ફાયદા 

બળતરા, અસ્થમા અને સાંધાના દુખાવામાં નિલગિરીનું તેલ આશીર્વાદરૂપ સાબિત થાય છે.નિલગિરીના તેલમાં ફૂંગ વિરોધી ગુણ હોય છે. જે ઘણા પ્રકારના ઇન્ફેકશનને દૂર કરે છે. તેની અંદર બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે. જે ફોલ્લા અને ઘૂટનના દુખાવામાં રાહત આપે છે. તેના ઉપયોગથી અસ્થમા અને શ્વાસ સબંધી સમસ્યાઓ દૂર થાય છે.જો તમને ગળામાં સોજો કે સાઈનોસાઈટિસ હોય તો એવામાં નિલગીરીના તાજા પાન રાહત આપે છે. 

આને કમાલ કરી કહેવાય..કાલોલના ખેડૂતો 35 વર્ષથી કરે છે આ ઉપજાઉ ખેતી, રળે છે  લાખો રૂપિયાનો નફો, ખર્ચ સાથે મહેનત પણ ઓછી | This is called Kamal Kari.  Farmers of Kalol have

ચા તરીકે પણ વાપરી શકાય 

નિલગીરીના પાનનો ઉપયોગ હર્બલ ચા તરીકે પણ કરવામાં આવે છે. નિયમિત રીતે તેની ચા પીવાથી, ચેપ અને શ્વાસને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. નિલગિરીના પાનની ચા બનાવવા માટે તેને સરખી રીતે સાફ કરી લીધા બાદ પાણીમાં ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો. ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ. જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ગણકારી સાબિત થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diabetic Health Miracle cure આરોગ્ય એન્ટિ-ડાયાબિટીક નિલગીરી શરદી-ઉધરસ સફેદ વૃક્ષ હેલ્થ Benefits of Nilgiris
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ