બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / miracle! 14 year old boy lakhan survived for 36 hours in ocean with the help of ganesh idol wood

સુરત / 36 કલાક દરિયાના પાણીમાં શું થયું? લખને VTV વર્ણવી સમગ્ર ઘટના, કહ્યું મેં બોડી રિલેક્સ કરી નાંખી હતી, પછી ગણપતિની મૂર્તિનું લાકડું મળ્યું અને...

Dinesh

Last Updated: 05:24 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : લખને દરિયામાં વિતાવેલી રાત વિશે કહ્યું કે, તે રાત ખૂબ અંધારી હતી અને ડરામણી પણ લાગતી હતી, પરંતુ મેં થોડી હિંમત કરી સાહસ કરી રાત ગુજારી હતી

 

  • મોતને મ્હાત આપનાર લખન સાથે ખાસ વાત
  • ગણપતી વિસર્જન સમયે સમુદ્રમાં ડૂબ્યો હતો 
  • સુરતથી નવસારી પહોંચ્યો હતો લખન


સુરતનો 24 વર્ષીય લખન જેની ચર્ચા આજે ચારેય તરફ થઈ રહી છે. આ એ કિશોર છે જે ગણપતી વિસર્જન સમયે સુરતના સમુદ્રમાં ડૂબી ગયો હતો, પણ લખને હાર ન માની.  તોફાની દરિયા સાથે બાથ ભીડી અને એક પાટીયું મળતાં તેના પર બેસી ગયો હતો. કલાકો વિતવા લાગ્યા, દિવસો વિત્યા અને 36 કલાક બાદ લખન નવસારી નજીકથી સમુદ્રમાં એક માછીમારને મળી આવ્યો. લખને મોતને મ્હાત આપી છે. તેની સાથે VTV NEWSએ ખાસ વાતચીત કરી હતી. આખરે લખને સમુદ્રમાં કેવી રીતે દિવસ-રાત ગુજારી અને જિંદગી જીવવાની ચાહે લખનને કેવી રીતે 36 કલાક ભૂખ્યા તરસ્યા જીવંત રાખ્યો, જે તમામ મુદ્દે લખને આપવીતી જણાવી છે. 

બોડી હલાવવાની બંધ કરી દીધી હતી: લખન
લખને જણાવ્યું કે, અમે ગણપતિ જોવા માટે ગયા હતા, તે દરમિયાન મારો પગ લપસી જવાના કારણે હું દરિયામાં ખેચાઈ ગયો હતો. હું દરિયામાં તણાઈ ગયા ત્યારબાદ રાત્રીના સમયમાં એક પાટીયું હાથમાં આવી ગયો હતો. કહ્યું કે, મને ખબર હતી કે, હું મરવાનો છું જેથી મેં દરિયમાં બોડી હલાવવાની બંધ કરી દીધી હતી અને રિલેક્સ થઈ ગયો હતો, જેથી હું ઉપર આવતો ગયો અને ડૂબ્યો નહી

Lakhan who drowned in the sea of Surat, was found alive in Navsari

'રાત ખૂબ અંધારી હતી અને ડરામણી હતી'
લખને દરિયામાં વિતાવેલી રાત વિશે કહ્યું કે, તે રાત ખૂબ અંધારી હતી અને ડરામણી પણ લાગતી હતી, પરંતુ મેં થોડી હિંમત કરી સાહસ કર્યું અને રાત ગુજારી હતી. લખને કહ્યું કે, સવારે માછીમારો દરિયામાં જતા હતા અને મેં બોલાવ્યા પણ તે આવ્યા નહી, ત્યારે મારી પાસે જે ગણપતિનું લાકડું હતું તે તોડ્યું અને તેમની બાજુ ફેંક્યું તેથી તે લોકો મને બચાવવા આવ્યા હતા. 

'મને લાગ્યું કે, હું હવે બચી જવાનો છું'
લખને કહ્યું કે,  માછીમારોએ મને બોટમાં લીધો ત્યારે હું ખૂબ જ ખુશ થયો હતો કારણ કે, મને લાગ્યું કે, હું હવે બચી જવાનો છું. માછીમારો મને પૂછતા હતા કે, ક્યાંથી આવ્યો છે તેમજ મને કિનારે લઈ જતા હતા તે દરમિયાન વચ્ચે પોલીસવાળા આવ્યા હતા અને તે લોકો મને હોસ્પિટલ લઈ ગયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ