બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Minister of State for Home Harsh Sanghvi's statement on stuntmen

ચેતવણી / વાલીઓ બાળકોને વાહનો આપે તેનો વાંધો નથી પરંતુ, સમજણ આપો કે...: સ્ટંટબાજોને ગૃહરાજ્યમંત્રી સંઘવીની ચેતવણી

Malay

Last Updated: 01:00 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટંટબાજો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, બાળકોને વાહનો આપતા પહેલા સમજાવો કે રોડ રાહદારીઓ માટે પણ છે, જેટલી કિંમત તમારા જીવની છે એટલી જ કિંમત રાહદારીના જીવનની પણ છે.

  • સુધરવાનું જ નામ જ નથી લઈ રહ્યા સ્ટંટબાજો 
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓને આપી સલાહ
  • 'બાળકોને મોંઘાદાટ વાહનો આપતા પહેલા સમજ આપો'

Harsh Sanghvi's statement on the stunt: રાજ્યમાં અવારનવાર સ્ટંટની ઘટનાઓ બનતી રહે છે. સ્ટંટબાજોને ઝડપીને પોલીસ દ્વારા અનેકવાર કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોવા છતાં પણ આવા સ્ટંટબાજો સુધરવાનું જ નામ જ નથી લઈ રહ્યા. ગઈકાલે પણ સુરત પોલીસે વાયરલ સ્ટંટની રીલ્સના આધારે 17 નબીરાઓને ઝડપી પાડ્યા હતા અને 11 કાર કબ્જે કરી હતી. ત્યારે હવે સ્ટંટબાજો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. 

દેશમાં અત્યાર સુધી આવો વધારો ક્યાંય નથી થયો: પોલીસના ગ્રેડ પે મુદ્દે હર્ષ  સંઘવીનું મોટું નિવેદન | Nowhere in the country has there been such an  increase so far: Harsh Sanghvi

બાળકોને વાહનો આપતા પહેલા સમજ આપવી જરૂરી: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વાલીઓ મોંઘાદાટ વાહનો બાળકોને આપે તેનો કોઈ વાંધો નથી, પરંતુ સાથે બાળકોને સમજ પણ આપો કે રોડ રાહદારીઓ માટે પણ છે. જેટલી કિંમત તમારા જીવની છે એટલી જ કિંમત રાહદારીના જીવની પણ છે.  તેઓએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી સ્ટંટ કરતા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

હર્ષ સંઘવીએ આપી હતી સલાહ
અગાઉ સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા તત્વોને આઝાદીનો ગેરલાભ ન ઉઠાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે, મેં 15મી ઓગસ્ટે દાહોદ ખાતેથી મારા રાજ્યના દરેક નાગરિકોને વિનંતી કરી હતી કે આપણી સૌની જવાબદારી છે કે આઝાદીનો સાચો મતલબ સમજીએ, આઝાદીનો મતલબ આઝાદીનો ગેરફાયદો ઉઠાવીને આપણે આ રાહદારી માટે બનાવેલા રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવીએ. 

'ડેરિંગ હોય તો ઈન્ડિયન આર્મીમાં ભરતી થાવ'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  જો તમને થ્રિલ અને સ્ટંટ કરવાનો એટલો જ શોખ હોય અને તમારી અંદર એટલું જ ડેરિંગ હોય તો તમે મહેનત કરીને ઈન્ડિયન આર્મીમાં ભરતી થાવ અને દેશની સરહદ પર જઈને દેશની રક્ષા માટે તમે દરેક લોકો મહત્વનો રોલ ભજવો.

ડૉક્ટર બની સમાજની સેવા કરોઃ હર્ષ સંઘવી
તેમણે કહ્યું હતું કે, તમને એટલો જ શોખ હોય તો એક સારા ડોક્ટર બનીને એક સામાન્ય ગામની અંદર જઈને ઓપરેશન કરીને મારા રાજ્યના નાગરિકોને બચાવવાની કામગીરી કરો. તો તમને સ્ટંટનો એટલો જ શોખ હોય તો તમે ટેક્નોલોજીમાં આ રાજ્યો માટે, રાજ્યના નાગરિકોને સરકારી લાભો કઈ રીતે મળે તે માટે કામગીરી કરો. પરંતુ આઝાદીનો ખોટો ન ઉઠાવવો યોગ્ય નથી. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તમે એક વખત જેલની મુલાકાત કરો, આઝાદીનો ગેરફાયદો ઉઠાવનારની શું સ્થિતિ છે તે જેલમાં જઈને નજીકથી જુઓ.

30 નબીરાઓએ કર્યા સ્ટંટ 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના શહેરના ઉધના મગદલ્લા રોડ પર અણુ વ્રત દ્વારની નજીક થોડા દિવસ અગાઉ જાહેર રસ્તા પર 30 જેટલા નબીરાઓએ કારમાં જોખમી સ્ટંટ કર્યા હતા. નબીરાઓએ ભરચક ટ્રાફિક વાળા રોડ પર બેફામ ડ્રાઈવિંગ કરીને રીલ્સ બનાવી હતી. તો આ નબીરાઓએ રીલ્સ બનાવવા માટે એક બ્રિજ પર ગાડીઓ ઉભી રાખી દીધી હતા અને ટ્રાફિક જામ પણ કર્યો હતો. એટલે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. નબીરાઓએ ટ્રાફિક જામ કરીને કારના બોનેટની ઉપર ચઢીને વીડિયો બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વીડિયોના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ ખટોદરા પોલીસે 17 નબીરાઓની ધરપકડ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ