બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Mini Goa of Gujarati! Crowds flocked to enjoy cheap holidays, hotels made special preparations

ઉજવણી / ગુજરાતીઓનું મીની ગોવા! સસ્તામાં રજાઓ માણવા ઉમટી પડી ભીડ, હૉટલોએ કરી સ્પેશ્યલ તૈયારી

Vishal Khamar

Last Updated: 05:14 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષ અને થર્ટી ફસ્ટને ઉજવવા ગુજ્જુઓ કાશ્મીર અને ગોવા તરફ જવાનું વધારે પસંદ કરતા હોય છે. પ્રવાસન પર નભતા સંઘ પ્રદેશ દમણ માટે ક્રિસમસ અને ન્યુયરની રજાઓનું આગવું મહત્વ છે.

  • નવા વર્ષને વધાવવા પ્રવાસીઓ ઉમટ્યા
  • ગુજરાતીઓ સસ્તા બજેટ માટે દમણને પસંદ વધારે કરી રહ્યા છે
  • સંઘ  પ્રદેશ  દમણ પોતાના કુદરતી નઝારા માટે જાણીતું છે

 નવા વર્ષ અને થર્ટી ફસ્ટને ઉજવવા ગુજ્જુઓ  કાશ્મીર અને ગોવા તરફ જવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમય થી ગુજરાતીઓ સસ્તા બજેટ માટે દમણને પસંદ વધારે કરી રહ્યા છે. પ્રવાસન પર નભતા સંઘ પ્રદેશ દમણ  માટે  ક્રિસમસ અને ન્યુયરની રજાઓનું આગવું મહત્વ છે. અહી ક્રિસમસના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે આ વખતે પ્રવાસીઓને  આવકારવા અહીની હોટેલ ઉદ્યોગ સજ્જ થઇ ગયો છે. પ્રવાસીઓને આકર્ષવા વિવિધ પ્રકારની સ્કીમો અને અવનવા પકવાન દ્વારા દરેક હોટેલ દ્વારા તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. દર વખતે માત્ર દક્ષિણ ગુજરાતીઓથી ધમધમતા દમણમાં આ વખતે સમગ્ર દેશ માંથી નવા વર્ષને વધાવવા પ્રવાસીઓ ઉમટ્યા છે.

સંઘ  પ્રદેશ  દમણ પોતાના કુદરતી નઝારા માંટે જાણીતું છે
સંઘ  પ્રદેશ  દમણ પોતાના કુદરતી નઝારા માંટે જાણીતું છે. દરિયા કિનારે આવલા દમણમાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને જે લોકોને દરિયા કિનારો આકર્ષે છે. તે લોકો માટે દમણ સ્વર્ગ સમાન છે. અહીંના કિલ્લા ,જેટી અને  દમણ ગંગા નદી કિનારાનો નયનરમ્ય નઝારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તો અહીંના જામ્પોર અને દેવકા બીચ. દરેક ઉમરના લોકોનું મન મોહી લે છે. બીચ પર બાળકો અને યુવાનો  હોર્સરાઇન્ડિગ, કેમલ રાઇડિંગ કરી મઝા માણતા હોય છે.  અહી દરિયા કિનારે આવેલી અનેક હોટલો પર રહેવાનો લાહવો લેવા માટે અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે આ વખતે ક્રિસમસ અને નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓ ને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ થનગની રહ્યો છે. દમણની દરેક હોટેલ દ્વારા બધી જ પ્રકાર ની તૈયારી પૂર્ણ થઇ ગઈ છે. આ વખતે દમણ માં દરેક પ્રકાર ના પ્રવાસીઓના ખીસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ બનાવવામાં આવ્યા છે. થર્ટી ફસ્ટની રાત્રે ડી જે નું આયોજન થયું છે .

પ્રવાસીઓને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ 
દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ વર્ષ ની અંતિમ સાંજ દમણમાં પસાર કરવાનું વધારે પસંદ કરે છે ત્યારે દમણનો હોટલ ઉદ્યોગ પણ પ્રવાસીઓને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જોકે આ વખતે દેશના અન્ય વિસ્તારોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં થર્ટી ફસ્ટ નાઈટ અને નવા વર્ષની ઉજવણી માટે દમણની વાટ પકડી છે. દમણમાં દર વખતે નાતાલની રજાઓમાં ખૂબ જ મોટી સંખ્યા માં પ્રવાસીઓનો ધસારો રહે છે. જોકે આ વખતે  કોરોના સંભવિત ખતરાને લઇને  હોટલ ઉદ્યોગ ખાસ કાળજી પણ લઇ રહ્યું છે . 

કોરોના કાળમાં સંઘ પ્રદેશને પર્યટન ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો હતો
કોરોના કાળ માં સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. જોકે  ફરી એક વખત મુશ્કેલી બાદ આ નાનકડા પર્યટન સ્થળની  રોનક પરત ફરી રહી છે. અને ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. અને પર્યટકો ફરી ક્રિસ્મસ વેકેશન નિમિત્તે આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જામપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે અને વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે. દમણની મોટી ભાગની હોટલ માં બુકિંગ ફૂલ થઇ ગયું છે. આ વખતે સ્વાદના શોખીન લોકો માટે પણ વિવિધ હોટેલ માટે અલગ અલગ પ્રકારના મેનુ સજ્જ થઇ રહ્યા છે. દર વખતે માત્ર દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી થી ધમધમતા દમણમાં આ વખતે રાજ્યના અન્ય વિસ્તારો માંથી પણ પ્રવાસીઓ દ્વારા હોટેલમાં બુકીગ થઇ ગયું છે. ત્યારે થર્ટી ફસ્ટ ને ઉજવવા પ્રવાસીઓ દમણ આવી ચૂકયા છે. પ્રવાસીને ગોવા જેવી મસ્તી ઓછા બજેટમાં દમણમાં મળી રહે છે.

હોટલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગની રહ્યું છે
 નવા વર્ષ અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે માટે જાણીતા ગોવા પ્રવાસીઓની પહેલી પસંદગી છે। ..જો કે ઓછા બજેટમાં ગોવા જેવી મસ્તી માણવા ગુજરાતીઓ ગોવાને બદલે દમણની મુલાકાત લે છે. ત્યારે સંઘ પ્રદેશ દમણનો હોટલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગની રહ્યું છે. વર્ષના છેલા દિવસને સંગીત અને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષને ઉજવણીથી આવકારવા પ્રવાસીઓ થનગની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ