બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / mild covid infection can also be the reason for cardiac arrest says international research

હેલ્થ / સામાન્ય કોરોનાનું સંક્રમણ પણ બગાડી શકે છે હૈયું ધડકવાની રફતાર? 93% ખતરો વધ્યો, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

Vaidehi

Last Updated: 04:05 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ અનુસાર સામાન્ય કોવિડ સંક્રમણ પણ તમારા હદયનાં ધબકારાને બગાડી શકે છે અને હદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

  • કોવિડ બાદ હદય સંબંધિત બીમારીઓનો ખતરો વધુ
  • 1000 લોકોમાંથી 28 ને હદય સંબંધિત સમસ્યા થઈ હતી
  • આંતરરાષ્ટ્રીય રિસર્ચમાં થયો મોટો ખુલાસો

42 વર્ષીય અનૂપ ગુપ્તા એક રિક્ષાચાલક છે અને દિલ્હીની RML હોસ્પિટલનાં ક્રિટિકલ કેર યૂનિટનાં વોર્ડમાં ભરતી છે. તેમને કેવી રીતે હાર્ટ અટેક આવ્યો એ જણાવવામાં તેઓ અસમર્થ છે. તેમણે ડોક્ટરને કહ્યું કે એક સામાન્ય દિવસ જ હતો. ઓટોરિક્શા ચલાવવાનું કામ પણ પૂરું થઈ ગયું હતું અને ત્યારે અચાનક મને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો. આ દુ:ખાવો મારા ખભા અને પછી મારા હાથ સુધી થવા લાગ્યો. પરંતુ મને સમજાણું નહીં કે મારા સાથે આ શું થઈ રહ્યું છે ?

42 વર્ષ એ હાર્ટઅટેકની ઉંમર નથી
કાર્ડિયોલોજીનાં પ્રોફેસર ડૉ.તરુણ કુમારે જણાવ્યું કે 42 વર્ષ એ હાર્ટઅટેકની ઉંમર નથી.  ધુમ્રપાન અને પ્રદૂષણ એવા કારક છે જે આ પ્રકારની સ્થિતિ માટે જવાબદાર હોઈ શકે છે પરંતુ જીવનશૈલીનાં કેટલાક કારક પણ હદય રોગની શરૂઆતમાં ભૂમિકા ભજવતા હોય છે. દર્દીએ કહ્યું હતું કે તેને સામાન્ય કોવિડ સંક્રમણ થયો હતો.

હદય સંબંધિત સમસ્યાઓ ખતરો વધ્યો
ભારતમાં ઓછી વયમાં હાર્ટઅટેક, કોવિડ 19 અને વેક્સિનેશનને લઈને ICMR રિસર્ચ કરી રહ્યું છે.ICMR રિસર્ચમાં પણ હાર્ટ અટેક અને કોવિડ રિકવરીની સાથે સાથે હાર્ટ અટેક અને વેક્સિનેશનની વચ્ચેનાં સંબંધ પર અધ્યયન કરી રહ્યું છે. ઈટલી સ્થિત એક સ્ટડીમાં કોવિડથી રિકવર થયા બાદ દર્દીમાં હાર્ટ અટેકનો ચાન્સ 93% વધી ગયો હતો. એટલું જ નહીં રિસર્ચ અનુસાર સામાન્ય રોગવાળા લોકોને પણ સંક્રમણનાં એક વર્ષ બાદ હદય સંબંધિત સમસ્યાઓનો ખતરો વધારે હોય છે.  રિસર્ચર્સે સામાન્ય કોવિડવાળા લોકોનું નિરીક્ષણ કર્યું અને તેમને જાણવા મળ્યું કે આ પ્રકારનાં લોકોમાં હદય સંબંધિત સમસ્યાઓ વિકસિત થવાનું જોખમ 39% વધારે હતો એટલે કે 12 મહિનામાં પ્રતિ 1000 લોકો પર 28 લોકોને હદય સંબંધિત સમસ્યા થઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ