બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Microsoft Bill Gates also liked Prime Minister Narendra Modis Mann Ki Baat

વખાણ / બિલ ગેટ્સને પસંદ આવી PM મોદીની 'મન કી બાત', IIMC સર્વેમાં બોલ્યાં લોકો- 'ઓરિજનલ ભારતનો કરાવ્યો પરિચય'

Kishor

Last Updated: 06:12 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ખૂબ જ પસંદ આવ્યો છે.

  • રવિવારે 'મન કી બાત' કાર્યક્રમનો 100 મો એપિસોડ 
  • માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સને પણ પસંદ આવ્યો 'મન કી બાત' કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100 મો એપિસોડ આગામી રવિવારે પ્રસારિત થશે. ત્યારે આ કાર્યક્રમ માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સને પણ ખૂબ જ પસંદ આવ્યો છે. તેઓએ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. બિલ ગેટ્સે ટ્વિટ કરી અને જણાવ્યું કે 'મન કી બાત' કાર્યક્રમેં સ્વચ્છતા, સ્વાસ્થ્ય, મહિલાના આર્થિક વિકાસ સહિતના મામલે આવકારદાયક કામગીરીને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે.

76 ટકા ભારતીય મીડિયાકર્મીઓ એવું માને છે કે...

બીજી તરફ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન (આઈઆઈએમસી) દ્વારા મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ 76 ટકા ભારતીય મીડિયાકર્મીઓ એવું માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયોના આ કાર્યક્રમે ઓરીજનલ ભારતનો પરિચય કરાવ્યો છે. આ સર્વેમાં 75 ટકા લોકો એવું માને છે કે મન કી બાત કાર્યક્રમ એક એવા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે જ્યાં લોકોને એવા વ્યક્તિઓથી પરિચિત કરવામાં આવે છે કે જે સામાન્ય માણસના જીવનમાં અર્થપૂર્ણ બદલાવ લાવવા માટે નિસ્વાર્થ ભાવે કામ કરે છે.


આઈઆઈએમસી સંસ્થાના આઉટરીચ વિભાગ દ્વારા કરાયો સર્વે

આઈઆઈએમસી સંસ્થાના આઉટરીચ વિભાગ દ્વારા આ સર્વે 12 થી 25 એપ્રિલ દરમિયાન કરવામાં હોવાનું સંસ્થાના ડાયરેક્ટર જનરલ પ્રો. સંજય દ્વિવેદીએ જણાવ્યું હતું. જેમાં દેશની 116 શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને મીડિયા સમૂહ 890 પત્રકારો, મીડિયા ફેકલ્ટી, મીડિયા સંશોધકો અને માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વધુમાં 326 મહિલાઓ અને 564 પુરૂષો સાથેના આ સર્વેમાં સામેલ 66 ટકા લોકો 18 થી 25 વર્ષની વય જૂથના હતા. 'દેશ વિશેની માહિતી' અને 'વડાપ્રધાનનું દેશ પ્રત્યેનું વલણ' એ બે કારણોએ લોકોને કાર્યક્રમ નિહાળવા પ્રેરિત કર્યા હોવાનું સંશોધનમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું. અભ્યાસમાં સામેલ લોકોમાંથી 63 ટકા લોકોએ કહ્યું કે તેઓ અન્ય માધ્યમોની સરખામણીમાં યુટ્યુબ પર 'મન કી બાત' સાંભળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ