બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Michael Mann climate scientist University of Pennsylvania mid-July that it was going to be the hottest month on record.

અતિગંભીર સમાચાર / ગરમીએ તોડી નાંખ્યા 1 લાખ 20 હજાર વર્ષનો રેકોર્ડ: જુલાઇમાં એટલું તાપમાન વધ્યું કે UNએ કહ્યું 'આ તો ગ્લોબલ બોઈલિંગ'

Pravin Joshi

Last Updated: 05:04 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં વિશ્વના અનેક ભાગોમાં તાપમાન વધવાને કારણે ગરમી વધી છે. ચીનથી લઈને યુરોપ, અમેરિકા અને વિશ્વના અન્ય ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. તાજેતરમાં, જર્મનીની લીપઝિગ યુનિવર્સિટીએ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે.

  • વિશ્વના અનેક ભાગોમાં તાપમાન વધવાને કારણે ગરમી વધી
  • ચીનથી લઈને યુરોપ, અમેરિકા કાળઝાળ ગરમીથી પરેશાન
  • જુલાઈ 2023નો મહિનો ઉનાળાના તમામ રેકોર્ડ તોડી નાખશે
  • જર્મનીની લીપઝિગ યુનિવર્સિટીમાં ચોંકાવનારા દાવા કરાયા

હાલમાં વિશ્વના અનેક ભાગોમાં તાપમાન વધવાને કારણે ગરમી વધી છે. ચીનથી લઈને યુરોપ, અમેરિકા અને વિશ્વના અન્ય ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. તાજેતરમાં, જર્મનીની લીપઝિગ યુનિવર્સિટીએ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો. જેમાં તેઓએ જણાવ્યું કે જુલાઈ 2023નો મહિનો ઉનાળાના રેકોર્ડ તોડશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ મહિને સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાનું છે. યુરોપિયન યુનિયનના ડેટા અનુસાર, તે 2019ના જુલાઈ કરતાં ઓછામાં ઓછું 0.2C (0.4F) વધુ ગરમ હશે. લીપઝિગના આબોહવા વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે જુલાઈ 2023 અને 2019 વચ્ચેનો તફાવત એટલો મોટો છે કે અમને પહેલેથી જ ખબર હતી કે તે સૌથી ગરમ મહિનો હશે.

Topic | VTV Gujarati

વૈજ્ઞાનિકોએ ગરમી વિશે જણાવ્યું હતું

પેન્સિલવેનિયાના યુનિવર્સિટીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટે જણાવ્યું હતું કે જુલાઈના મધ્યમાં ખબર પડી હતી કે તે રેકોર્ડ ગરમ મહિનો બનવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે અશ્મિભૂત ઇંધણ બાળતા રહીશું ત્યાં સુધી આવી ગરમી રહેશે. જુલાઈ મહિનામાં વૈશ્વિક તાપમાન સામાન્ય રીતે 16C (61F) ની આસપાસ હોય છે, જેમાં દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ વર્ષે જુલાઈમાં તે વધીને 17C (63F)ની નજીક પહોંચી ગયો છે. લીપઝિગના ક્લાઈમેટ સાયન્ટિસ્ટે કહ્યું કે છેલ્લા 1 લાખ 20 હજાર વર્ષોમાં પૃથ્વી એટલી હૂંફાળી નથી જેટલી તે અત્યારે છે.

કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, ભારતમાં હીટ વેવને લઈને નાસાએ કરી શેર કરી  ભયાનક તસવીર | Horrible picture shared by NASA about the heat wave in India

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી 

હાલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વને ચેતવણી આપી હતી કે ગ્લોબલ વોર્મિંગનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આપણે હવે ગ્લોબલ બોઈલીંગના યુગમાં છીએ. એન્ટોનિયો ગુટેરેસનું આ ચિંતાજનક નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે જુલાઈ 2023 માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો બનવાના ટ્રેક પર છે. ગુટેરેસે આ વધતા સંકટને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ